સુરતીઓ વેલેન્ટાઈન-ડે પર બરબારના ભેરવાયા! ઓનલાઈન પ્રેમની શોધમાં ફરતા 62 સુરતીલાલાઓને 14.65 લાખનો ચૂનો લાગ્યો
Valentine's Day: ગઈકાલે દેશ સહિત આખી દુનિયામાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી. વેલેન્ટાઈન ડે એટલે કે પ્રેમીઓનો દિવસ. આ દિવસે લોકો પોતાના મનગમતા પાત્રને ગિફ્ટ્સ આપતા હોય છે. આ દિવસે લોકો પોતાના પ્રેમની શોધ કરતા હોય છે અથવા ઈઝહાર પણ કરતા હોય છે. પરંતુ પ્રેમની શોધમાં ફરતા સુરતીઓ બરબારના ભેરવાયા છે. સુરતમાં સ્કેમરોએ પ્રેમના નામે 62 લોકોને ચૂનો લગાવી દીધો છે, જેમાં સુરતીલાલાઓએ 14.65 લાખ રૂપિયાની ગુમાણી કરી છે.
સુરતના સાયબર સ્કેમરોએ ડેટિંગ એપ, સેક્સ એક્સટોર્શન અને સ્કેમના નામે 62 લોકોને છેતર્યા છે. આમાં ડેટિંગ સ્કેમમાં 15, ગિફ્ટ સ્કેમમાં 22, સેક્સટોર્સનમાં 12, વેલેન્ટાઇન એડ સ્કેમમાં 8, હોટલ બુકિંગ સ્કેમમાં 5 એમ કુલ 62 સુરતીઓ સાયબર ઠગીનો શિકાર બન્યા છે.
સુરતના એક કપલે દમણનું રિસોર્ટ બૂક કરાવવા દરમિયાન તેઓ નકલી વેબસાઈટ પર જતા રહ્યા. રિસોર્ટનો ભાવ સસ્તો લાગતા તેમણે બુકિંગ કરાવ્યું હતું અને થોડી વારમાં જ તેમણે ઓનલાઈન પેમેન્ટ પણ કરી દીધું હતું, પરંતુ જ્યારે તેઓ રિસોર્ટ પર પહોચ્યા તો તેમના નામે કોઈ બુકિંગ થઇ નહોતું જેથી તેમની વેલેન્ટાઈન ડેની મજા બગડી ગઈ હતી. એવી જ રીતે સુરતનો એક યુવક ઓનલાઈન ડેટિંગ એપ પર યુવતી સાથે પરીચારમાં આવ્યો હતો.
જેમાં તેણે યુવકને કુરિયરમાં ગિફ્ટ મોકલી હોવાનું જણાવ્યું હતું. જો કે, કુરિયર અટવાઈ ગયું છે તેમ કહીને 15,000 રૂપિયા મોકલી આપવા કહ્યું હતું. બીજે દિવસે યુવકને મુંબઈથી પોલીસના નામે ફોન આવ્યો જેમાં કુરિયરમાં ગેરકાયદેસર વસ્તુ હોવાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કરવાનો પ્રયાસ થતા મામલો સાઈબર ક્રાઈમ સુધી પહોચી ગયો હતો.
સાયબર એક્સપર્ટ મીત શાહે જણાવ્યું હતું કે સામાન્ય રીતે વેલેન્ટાઈન શરૂ થવા અગાઉ લોકો ગૂગલ પર ગિફ્ટ્સ, હોટલ બુકિંગ જેવી માહિતી સર્ચ કરતા હોય છે જેને કારણે સ્મેર્સને તક મળી જાય છે. જેને લઈને સુરતમાં છેલ્લા એક અઠવાડિયામાં આ પ્રકારના કેસ પર રીસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં આ ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp