Gujarat: આવા મામા કોઇને ન મળે! 8 વર્ષીય માસૂમ પર મામાએ કર્યું વારંવાર રેપ; ફરિયાદ કરી તો...
Rape Case Jamnagar: જામનગરથી એક હૃદયદ્રાવક અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં, એક વ્યક્તિએ પોતાની 8 વર્ષની ભત્રીજીનું વારંવાર શારીરિક શોષણ કર્યું. જ્યારે છોકરીએ આ અંગે તેની માતાને ફરિયાદ કરી, ત્યારે તેની ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. છોકરીની માતાની ફરિયાદના આધારે પોલીસે હત્યા અને POCSO સહિત અનેક કલમો હેઠળ FIR નોંધી છે. આ સાથે પોલીસે હેવાન મામાની પણ ધરપકડ કરી છે.
આ કેસ જામનગર તાલુકાના સિક્કાનો છે. પોલીસે જણાવ્યું કે છોકરી મૂળ મીઠાપુરની રહેવાસી છે અને તેના માતા-પિતાના 2 મહિના અગાઉ જ છૂટાછેડા થયા હતા. ત્યારબાદ, છોકરીની માતા તેની 3 પુત્રીઓ સાથે સિક્કામાં રહેતા તેના કાકાના દીકરા નીતિન માણેક (આરોપી)ના ઘરે રહેવા આવી. તેની 3 દીકરીઓમાંથી એક 8 વર્ષની હતી, જેને નીતિન માણેક ખૂબ હેરાન કરતો હતો. નીતિન હંમેશાં છોકરીને માર મારતો અને તેનું જાતીય શોષણ કરતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીની માતાએ કહ્યું કે આ કારણે છોકરી વારંવાર તેના કપડાંમાં પેશાબ કરી દેતી હતી.
એક દિવસ છોકરીએ તેની માતાને આ અંગે ફરિયાદ કરી, ત્યારબાદ છોકરીની માતાએ નીતિનને ખૂબ ઠપકો આપ્યો અને તેના માતા-પિતાને તેની ફરિયાદ કરી. તેનાથી નીતિન ગુસ્સે ભરાયો અને તેણે માતા અને પુત્રીને મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ છોકરીની માતા ખરીદી માટે ગુજરી બજારમાં ગઈ. આ દરમિયાન, હેવાન કાકા નીતિને તેની 8 વર્ષની ભત્રીજી પર બળાત્કાર ગુજાર્યો અને તેનું માથું દિવાલ અને જમીન પર પટક્યું. તેની માતા બજારમાંથી પાછી આવી કે તરત જ તેણે છોકરીને બેભાન અને લોહીથી લથપથ જોઈ. ત્યારબાદ, છોકરીને તાત્કાલિક નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp