સૈયદપુરામાં નવા બંધાયેલા ઇસ્માઈલ પેલેસમાં એક જ ફ્લેટ બે વ્યક્તિને વેચનાર બિલ્ડરના જામીન નામંજૂર

સૈયદપુરામાં નવા બંધાયેલા ઇસ્માઈલ પેલેસમાં એક જ ફ્લેટ બે વ્યક્તિને વેચનાર બિલ્ડરના જામીન નામંજૂર

07/01/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સૈયદપુરામાં નવા બંધાયેલા ઇસ્માઈલ પેલેસમાં એક જ ફ્લેટ બે વ્યક્તિને વેચનાર બિલ્ડરના જામીન નામંજૂર

સુરત, તા.01 July, 2024: રોટી, કપડા ઔર મકાનને માણસની મૂળભૂત જરૂરિયાત ગણવામાં આવે છે. અને એટલે જ આ ત્રણ બાબતોમાં કોઈ ગરબડ થાય, તો વ્યક્તિઓ લાચાર પરિસ્થિતિમાં મૂકાઈ જતી હોય છે. ખાસ કરીને આજે જે રીતે મકાનના ભાવ આસમાને પહોંચ્યા છે, ત્યારે જીવનભરની મૂડી રોકીને મકાન ખરીદવા ઇચ્છનાર વ્યક્તિની આંખો ઉઘાડતો કિસ્સો સુરતના સૈયદપુરાથી સામે આવ્યો છે.  સૈયદપુરા, રાજાવાડી વિસ્તારના નવા બંધાયેલા ઇસ્માઈલ પેલેસમાં એક જ ફ્લેટ બે વ્યક્તિને વેચવાના કેસમાં સંડોવાયેલા બિલ્ડરના જામીન અત્રેની કોર્ટે નામંજૂર કર્યાં છે.


શું છે આખો મામલો?

આ કેસની વિગત એવી છે, હુશેનખાન રૂસ્તમખાન પઠાણ (રહે. તૈયબી મહેલ્લો, ઝાંપા બજાર) એ લાલગેટ પોલીસ મથકની હદમાં સૈયદપુરા, રાજાવાડી ખાતે ઇસ્માઇલ પેલેસમાં ત્રણ ફ્લેટ ખરીદયા હતા. આ ફ્લેટ તેમણે પ્રોજેક્ટ મુકનાર જાવેદ ઇકબાલ મન્સૂરી અને મોહમદ અસલમ અબ્દુલ રઝાક શેખ (બન્ને રહે. ફલેટ નંબર ૫૦૧, લબ્બેક રેસીડેન્સી, રામપુરા, સુરત) નામના બિલ્ડર પાસેથી ખરીદ્યા હતા. પરંતુ ઇસ્માઈલ પેલેસના નામે પ્રોજેક્ટ મૂકનાર બિલ્ડરો જાવેદ ઇકબાલ મન્સૂરી અને મોહમદ અસલમ શેખે ખરીદનાર સાથે છેતરપિંડી કરી હતી

બનાવની વિગત મુજબ આરોપીઓએ આ ત્રણ ફ્લેટ પૈકી ફ્લેટ નંબર ૪૦૨ એક બીજાના મેળાપીપણામાં સલીમ સમસુ શેખને ફરીથી વેચી દીધો હતો. એક વાર વેચેલો ફ્લેટ ખરીદનારની મંજૂરી વિના કોઈ ત્રાહિત વ્યક્તિને વેચવામાં આવે, તો એ ગંભીર ગુણો ગણાય છે. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે ગઇકાલે મોહમદ અસલમને તા.૩૦/૦૬/૨૦૨૪ ના રોજ ધરપકડ કરી આજરોજ કોર્ટમાં રજૂ કર્યો હતો. જ્યાં તેણે જામીન અરજી કરી હતી. જે જામીન અરજી કોર્ટે નામંજુર કરી હતી. આ કેસમાં સરકારી વકીલ સૌરભ ચૌહાણ અને મૂળ ફરિયાદી તરફે વકીલ અશ્વિન જે. જોગડિયા હાજર રહ્યાં હતાં. બીજી બાજુ પોલીસે વોન્ટેડ આરોપી જાવેદ ઇકબાલ મન્સુરીને પકડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top