દેશના ટોપ-૫૦ એમએલએના લિસ્ટમાં સુરતના ‘ઉર્જાવાન’ એમએલએ હર્ષ સંઘવીનો સમાવેશ
  • Sunday, January 5, 2025

દેશના ટોપ-૫૦ એમએલએના લિસ્ટમાં સુરતના ‘ઉર્જાવાન’ એમએલએ હર્ષ સંઘવીનો સમાવેશ

08/13/2020 Gujarat

SidhiKhabar

SidhiKhabar

દેશના ટોપ-૫૦ એમએલએના લિસ્ટમાં સુરતના ‘ઉર્જાવાન’ એમએલએ હર્ષ સંઘવીનો સમાવેશ

નવી દિલ્હી/સુરત : ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ દ્વારા દેશભરના ધારાસભ્યો વિશે સર્વે કરવામાં આવ્યો હતો. અને જેમાંથી શ્રેષ્ઠ ૫૦ એમએલએનેપસંદ કરવામાં આવ્યા છે. જેમાંથી ગુજરાતના ધારાસભ્ય હર્ષ સંઘવીનો સમાવેશ ટોપ ૫૦ એમએલએમાં કરવામાં આવ્યો છે.

ફેમ ઇન્ડિયા એશિયા પોસ્ટ મેગેઝીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા ધારાસભ્યોને જનતા વચ્ચે લાવવાનો છે અને તેમનામાં ઉત્સાહવર્ધન કરવાનો છે. તેમજ તેમના કાર્યોથી લોકોનેસમાજ માટે કંઈક કરવાની પ્રેરણા મળે છે.

દેશભરની કુલ ૩૧ વિધાનસભાઓના ૪,૧૨૩ ધારાસભ્યો છે. પરંતુ હમણાં એક વિધાનસભા ભંગ છે તેથી તેની ૧૬૫ બેઠકો ખાલી પડેલી હોવાથી આ સર્વેમાં કુલ ૩,૯૫૮ ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા હતા. તેમજ કુલ પચાસ શ્રેણીમાં વિભાજીત કરીને સર્વે બાદ શ્રેષ્ઠ પચાસ ધારાસભ્યોને પસંદ કરવામાં આવ્યા હતા.

સીધી ખબર સાથેની વાતચીત દરમિયાન ધારાસભ્ય હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, “આ અમારી જવાબદારી છે. દરેક ધારાસભ્યની જવાબદારી હોય છે એ પ્રમાણે મેં જવાબદારી પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે.’ તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘ ક્યાંય પણ સિલેક્ટ થવું કે બહુમાન મળવું એ મહત્વનું નથી પરંતુ તમારી પ્રજાને હંમેશા સંપૂર્ણ રીતે જવાબદાર રહીને તેમનું કામ પૂર્ણ કરવાના પ્રયત્નો કરવા એ જ મહત્વનું હોય છે એ મારું સ્પષ્ટપણે માનવું છે.’


આ સર્વે મુખ્યત્વે ત્રણ રીતે કરવામાં આવ્યો હતો. જેમાં સ્ટેક હોલ્ડ, ઓનલાઈન અને ડેટા એનાલિસિસનો સમાવેશ થાય છે. ઓનલાઈન સર્વેમાં પ્રથમ કુલ ૧૫૦૦ ધારાસભ્યો પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ છેલ્લા રાઉન્ડમાં ૧૫૦ ધારાસભ્યો અને આખરે એમાંથી શ્રેષ્ઠ પચાસ ધારાસભ્યોની પસંદગી કરવામાં આવી હતી.

આ ત્રણ પરિબળો ઉપરાંત સર્વેમાં ધારાસભ્યોના તેમના મતવિસ્તારમાં થતા કાર્યો, લોકપ્રિયતા, જનતા સાથે લગાવ, વિધાનસભામાં ઉપસ્થિતિ, ધારાસભ્ય ગ્રાન્ટનો ખર્ચ વગેરે પરિબળો તેમજ સોશિયલ મીડિયા એક્ટીવીટી વગેરે બાબતોને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.

ગુજરાતમાંથી સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ‘ઉર્જાવાન એમએલએ’ નું બહુમાન મળ્યું છે.

હર્ષ સંઘવી ભાજપના યુવા નેતા અને ઉર્જાવાન ધારાસભ્ય તરીકે ગુજરાત જ નહીં પરંતુ દેશના રાજકારણમાં પણ લોકપ્રિય બન્યા છે. તેઓ૨૦૧૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાંસૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ મજુરા બેઠક પરથી રેકોર્ડ બ્રેક માર્જીનથી જીત્યા હતા. ૨૦૧૩માં તેમને રાજ્યના યુથ બીજેપી વાઈસ પ્રેસિડેન્ટ અને ૨૦૧૭માં ભાજપ યુવામોર્ચાના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે નીમવામાં આવ્યા હતા.

એમએલએસંઘવી પોતાના મતવિસ્તારમાં અત્યંત લોકપ્રિય છે. અને તેઓ સતત જનતા સાથે ટચમાં રહે છે. તેમના દ્વારા પોતાના મતવિસ્તારમાં થયેલા કાર્યોની સતત નોંધ લેવાતી રહી છે. સોશિયલ મીડિયા ઉપર પણ તેઓ ખાસ્સા એક્ટિવ રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top