સુરતમાં શું થવા બેઠું છે? સ્નાન કરવાનો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને વિધવા સાથે વારંવાર કરાયું દુષ્કર્મ
સુરતમાં ઉત્તરોત્તર ગુનાની ઘટનાઓ વધી રહી છે. મોજીલા ગણાતા સુરતીઓના સુરતમાં હવે શું થવા બેઠું છે એજ સમજ પડતી નથી. ક્યારેક પિતા જ પોતાની પુત્રી સાથે શારીરિક અડપલાં કરીને સાથે સૂવા કહેતો હોવાની ફરિયાદ નોંધાય છે, તો ક્યારેક જાહેરમાં અન્ય ગુનાહિત ઘટનાઓ બને છે. ગુજરાતમાં મહિલા સુરક્ષાની ખૂબ વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે એક મહિલા સાથે દુષ્કર્મ થાય, કોઈક ઘટનાની શિકાર બને ત્યારે આવા દાવા પોકળ લાગે છે અને તેના પર સવાલો ઉઠવા લાગે છે.
આ સિવાય હવે કોના પર વિશ્વાસ કરવો અને કોના પર ન કરવો એજ સમજ પડતી નથી. કારણ કે પોતિકા અને નજીકના લોકો પણ હવે છંછેડતા થઇ ગયા છે, ભરોસો કરવા પાત્ર કોઇ બચ્યું જ નથી. ત્યારે પાંડેસરામાં પણ આવી જ એક ઘટના બની છે, જ્યાં 3 બાળકો સાથે રહેતી વિધવા પર મૃત પતિના મિત્ર દ્વારા જ બળાત્કાર કરવાની ઘટના સામે આવી છે.
પોલીસ અધિકારીઓનાં જણાવ્યા મુજબ, મૂળ ઉત્તર પ્રદેશની રહેવાસી અને 3 બાળકો સાથે રહેતી 35 વર્ષીય વિધવા લૂમ્સના કારખાનામાં કામ કરે છે. જાન્યુઆરી 2024માં તેના પતિનું બીમારીને કારણે મોત થઈ ગયું હતું. એ સમયે મહિલાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ત્યાં ગઈ નહોતી. બીજા મહિને તેના પતિનો મિત્ર મોન્ટુ સૈની તેના ઘરે આવ્યો અને કહ્યું હતું કે તારો પતિ મારો ખાસ મિત્ર હતો. હવે તે આ દુનિયામાં નથી. તમને કંઈ પણ કામ હોય તો કહી દેજો. ત્યારબાદ નાનું-મોટું કામ કરી આપતો હતો એટલે તેના પર વિશ્વાસ બેસી ગયો હતો.
થોડા સમય બાદ મોન્ટુએ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ મહિલાએ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ મોંટુએ ધમકી આપી કે, મારી પાસે તારો સ્નાન કરવાનો વીડિયો છે, જો તું મને મળવા નહીં આવે તો હું વીડિયો વાયરલ કરી દઇશ. અને ત્યારથી તેની યૌન શોષણ કરવાનું ચાલુ કરી દીધું. ફેબ્રુઆરી-જૂન સુધી ઘણી જગ્યાએ બોલાવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. મહિલાએ પોલીસ કેસ કરવાની ધમકી આપતા જ તે સુરત છોડીને ફરાર થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ મોન્ટુ પાછો સુરત આવ્યો અને શારીરક સંબંધ બાંધવાની માગ કરતાં માર પણ માર્યો હતો, જેથી મહિલાએ મૃત પતિના મિત્ર મોન્ટુ વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp