દશરથ માંઝીની પૌત્રી અંશુ બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે, રાહુલ ગાંધી પાસે આ સીટ પરથી ટિકિ

દશરથ માંઝીની પૌત્રી અંશુ બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે, રાહુલ ગાંધી પાસે આ સીટ પરથી ટિકિટ માગી

06/07/2025 National

SidhiKhabar

SidhiKhabar

દશરથ માંઝીની પૌત્રી અંશુ બિહાર વિધાનસભાની ચૂંટણી લડવા માગે છે, રાહુલ ગાંધી પાસે આ સીટ પરથી ટિકિ

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે બિહાર પ્રવાસ દરમિયાન ગયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે માઉન્ટેન મેન તરીકે જાણીતા દશરથ માંઝીના ઘરની મુલાકાતે પણ જવાનું હતું. તેના માટે બિહાર સરકારે સવારે 2 કલાકમાં દશરથ માંઝીના ઘરની બહાર એક VIP બાથરૂમ તૈયાર કરી દીધું.


બાથરૂમના સ્પેરપાર્ટ ખોલીને લઈ ગયા અધિકારી

બાથરૂમના સ્પેરપાર્ટ ખોલીને લઈ ગયા અધિકારી

જોકે, રાહુલ ગાંધી ત્યાંથી જતા જ આખા બાથરૂમના સ્પેરપાર્ટ ખોલી નાખ્યા અને કર્મચારીઓ તેને ત્યાંથી લઈને જતાં રહ્યા. બીજી તરફ, દશરથ માંઝીના પરિવારના સભ્યોનું કહેવું છે કે આજે તેમની પાસે સરકારે આપેલું કોઈ શૌચાલય પણ નથી. દશરથ માંઝીની પૌત્રી અંશુ કુમારીએ જણાવ્યું હતું કે વર્ષ 2015માં સરકારે શૌચાલય બનાવી આપ્યું હતું, પરંતુ બાદમાં એ શૌચાલય તોડીને તેના પર રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો અને છેલ્લા 10 વર્ષથી તેમની પાસે કોઈ શૌચાલય નથી.


માંઝીના પરિવારે રાહુલ ગાંધી પાસે ચૂંટણીની ટિકિટ માગી

માંઝીના પરિવારે રાહુલ ગાંધી પાસે ચૂંટણીની ટિકિટ માગી

આ અગાઉ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગયાજીના પ્રખ્યાત ગહલોર ગામ પહોંચ્યા હતા, જ્યાં તેમણે 'માઉન્ટેન મેન' તરીકે પ્રખ્યાત દશરથ માંઝીના પરિવાર સાથે મુલાકાત કરી. આ મુલાકાતને ખાસ કરીને દલિત સમુદાયના મતદારોને આકર્ષવાની રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

ગહલોરમાં રાહુલ ગાંધીએ દશરથ માંઝીના પુત્ર ભગીરથ માંઝી સાથે વાત કરી. આ દરમિયાન ભાગીરથે રાહુલ ગાંધી સમક્ષ 2 મુખ્ય માગણીઓ રાખી. પહેલી માગ એ હતી કે તેમના માટીના ઘરને પાકા ઘરમાં રૂપાંતરિત કરવાની વ્યવસ્થા કરવામાં આવે. બીજી માગણીમાં, તેમણે આગામી ચૂંટણીમાં તેમની પુત્રી અંશુ કુમારીને બોધગયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીની ટિકિટ આપવાની વાત રાખી.

રાહુલ ગાંધીએ તેમની વાત ધ્યાનથી સાંભળી અને આશ્વાસન આપ્યું કે કોંગ્રેસ પાર્ટી તેમની સમસ્યાઓ અને સૂચનોને ગંભીરતાથી લેશે. આ મુલાકાતને કોંગ્રેસ દ્વારા દલિત વર્ગમાં પોતાની પકડ મજબૂત કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top