Big BREKING: ભારતે પાકિસ્તાન પર છોડી અનેક મિસાઇલ, પાકિસ્તાનમાં ખળભળાટ
ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર છે. પાકિસ્તાને પણ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો ભારતે હવે જડબાતોડ જવાબ આપ્યો છે. અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે કે ભારતીય સેનાએ પાકિસ્તાન પર અનેક મિસાઈલો છોડીને 6 શહેરોને નિશાન બનાવ્યા છે. જેના કારણે પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. તો ભારતીય નૌકાદળે પણ મોરચો ખોલી દીધો છે. ભારતની ત્રણેય સેનાએ જંગે ચઢી છે. ભારતે પાકિસ્તાનનાં એક પાયલટને પકડ્યો હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન શાહબાજ શરીફે ઈમરજન્સી બેઠક બોલાવી છે. તો પંજાબ અને ચંદિગઢમાં આવતીકાલે શાળા બંધ રહેશે.
આ સાથે જ એવા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના સહિત દેશના ઘણા શહેરોમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે તો ગુજરાતના એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. જેમાં રાજકોટનું હીરાસર એરપોર્ટ, મુંદ્રા, પોરબંદર, કેશોદ, કંડલા, જામનગર એરપોર્ટનો સમાવેશ થાય છે. તો ભારત પાકિસ્તાન તણાવની અસર IPL પર પણ પડી છે. સુરક્ષાના કારણોસર મેચ રદ કરી દેવાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp