આ દિવસથી ગુજરાતમાં વાદળો બંધાશે, અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
કાળઝાળ ગરમીથી આખુ ગુજરાત શેકાઈ રહ્યુ છે. ત્યારે આ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના વાતાવરણ બદલાવા જઈ રહ્યુ છે. અસાની વાવાઝોડાને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. જેને કારણે ગરમીમાં થોડી રાહત મળી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની સાથે ગુજરાતમાં ઓફિશિયલી વરસાદ ક્યારથી આવશે તેની પણ આગાહી કરી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આગામી 9 મે થી ગુજરાતનું હવામાન પલટાશે. ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ પડી શકે. સાથે જ તેમણે કહ્યુ કે, 25 મેથી 4 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા છે. 15 જૂન આસપાસ સારા વરસાદની શક્યતા છે. તો 18 મેથી 6 જૂન સુધીમાં અરબસાગરમાં ચક્રવાતની શક્યતા છે. આ ચક્રવાતના કારણે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દેશમાં અસાની વાવાઝોડાએ દેશમા દસ્તક આપી છે. વાવાઝોડું અસાની વધુ ખતરનાક બની રહ્યું છે.
અસાની વાવાઝોડાની અસરના કારણે બંગાળ, ઓરિસ્સા અને આંધ્ર પ્રદેશમાં તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં પ્રવેશ કર્યા બાદ સાયક્લોન અસાનીએ પોતાની અસર બતાવવાનું શરૂ કરી દીધું છે. IMD ના પ્રમાણે અસાની વાવાઝોડાની અસર સૌથી વધુ નિકોબારથી લગભગ 610 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં, પોર્ટ બ્લેરથી 500 કિલોમીટર પશ્ચિમમાં, વિશાખાપટ્ટનમથી 810 કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વ અને પુરીથી 880 કિલોમીટર દક્ષિણ-પૂર્વમાં જોવા મળશે.
અસાની વાવાઝોડાની અસરથી 90 થી 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે. ઓરિસ્સાના ચાર પોર્ટ ડેન્જર જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના તમામ કાર્યક્ર્મ રદ્દ કર્યા છે. વાવાઝોડાની ઓરિસ્સાની સાથે બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ, આંધ્ર પ્રદેશ સહિતના રાજ્યોમા જોવા મળી શકે છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp