ચોમાસામાં બાઇક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર ભોગવવી પડી શકે છે મુશ્કેલીઓ

ચોમાસામાં બાઇક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર ભોગવવી પડી શકે છે મુશ્કેલીઓ

06/20/2022 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ચોમાસામાં બાઇક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, નહીંતર ભોગવવી પડી શકે છે મુશ્કેલીઓ

આજકાલ લોકો ફૂલ સ્પીડે બાઈક (Full speed bike) દોડાવવાના શોખીન બન્યા છે. પરંતુ હાલ ચોમાસું છે, થોડું ધ્યાન રાખી દેજો. નહીં તો મોટી મુશ્કેલી ભોગવવા તૈયાર રહેજો. જો તમે ચોમાસાની (Monsoon) સીઝનમાં બાઈક ચલાવો છો તો તમારે અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. જોકે, ચોમાસા દરમિયાન મોસમ મસ્તમા હોય છે અને એવામાં બાઈક રાઈડિંગની (Bike riding) અલગ જ મઝા હોય છે. પરંતુ જો રાઈડર અમુક વાતોનું ધ્યાન ન રાખે તો આ મઝા સજામાં ફેરવાઈ શકે છે. એવામાં આજે અમે તમને એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી ચોમાસાની સીઝનમાં બાઈક રાઈડ કરતી વખતે તમારે બચવું જોઈએ.


સારી પકડ વાળા ટાયરનો ઉપયોગ કરવો :

જો તમે ચોમાસાની ઋતુમાં એટલે કે વરસાદની ઋતુમાં બાઇક ચલાવો છો, તો તમારે ખાતરી કરી લેવી પડશે કે તમારી બાઇકના ટાયર પરફેક્ટ છે અને તેની ગ્રીપ સારી છે. જો તમે સારી પકડ વગરના ટાયરનો ઉપયોગ કરવાની ભૂલ કરો છો, તો તે અકસ્માતનું કારણ બની શકે છે. તેથી, આ ભૂલ ન કરો.


ફન માટે હાઇ સ્પીડ બાઇકિંગ :

વરસાદની મોસમમાં ફન માટે સ્પીડમાં બાઇક ચલાવવાની ભૂલ ન કરવી જોઈએ કારણ કે વરસાદના પાણીને કારણે રસ્તાઓ ભીના થઈ ગયા હોય છે, જેના પર વધુ સ્પીડમાં બાઇક સ્લિપ થવાની સંભાવના વધારે હોય છે. જ્યારે તમે વધુ ઝડપે બ્રેક લગાવો છો, ત્યારે બાઇક ઝડપથી સ્લિપ થઈ જાય છે, જેના કારણે અકસ્માત થઈ શકે છે. આ ટાળવું જોઈએ.


પાણી ભરાયા હોય તેવી જગ્યાએ બાઈક હંકારી મસ્તી કરવી :

વરસાદની મોસમમાં ઠેર-ઠેર પાણી ભરાઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમે બાઇકને પાણી ભરાયેલા સ્થળોએ લઈ જાઓ છો, તો તમે મજા માણી શકો છો, આ મજા પણ જબરજસ્ત હોઈ શકે છે કારણ કે વધુ પાણી ભરાયેલા સ્થળોએ જવાથી બાઇકના એન્જિનમાં પાણી ઘૂસી શકે છે અને તે સિઝલ પણ બની શકે છે. . એટલા માટે જે જગ્યાએ વધુ પાણી ભરાય છે ત્યાં જવાની ભૂલ ન કરો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top