મહારાષ્ટ્ર કેબિનેટમાં શિવસેના-NCP માટે કેટલા પદ? ભાજપે સેટ કર્યો 6:1નો ફોર્મ્યૂલા?
મહારાષ્ટ્રમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્ય દેવેન્દ્ર ફડણવીસને નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એવામાં હવે એ નક્કી થઈ ગયું છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી હશે. હવેથી થોડા સમય બાદ ભાજપના બંને નિરીક્ષકો મહાયુતિના નેતાઓને મળશે અને નિર્ણય અંગે માહિતી આપશે. આ દરમિયાન, એવા સમાચાર છે કે કેબિનેટ માટે 6:1નો ફોર્મ્યૂલા નક્કી કરવામાં આવ્યો છે. મતલબ કે દરેક 6 ધારાસભ્યો માટે એક મંત્રી પદ આપવામાં આવશે. આ ફોર્મ્યૂલા મહાગઠબંધનમાં સામેલ ત્રણેય પક્ષોને લાગૂ પડશે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 132 સીટો પર જીત મેળવી હતી. એવામાં તેમને કેબિનેટમાં સૌથી વધુ હિસ્સો મળશે. ભાજપના 20-22 ધારાસભ્યો મંત્રી બની શકે છે. જ્યાં એકનાથ શિંદેની શિવસેનાએ 57 બેઠકો જીતી છે, એવામાં તેના 12 ધારાસભ્યો મંત્રી બનશે. જ્યારે NCP અજીત પવારે 41 બેઠકો જીતી હતી, તો તેમના 9-10 ધારાસભ્યો પણ મંત્રી બની શકે છે. જો કે પોર્ટફોલિયોને લઈને ત્રણેય પક્ષો વચ્ચે તકરાર ચાલી રહી છે, જે શપથગ્રહણ બાદ ઉકેલાશે. તેમ પક્ષના સૂત્રોનું કહેવું છે.
શિવસેના શિંદે જૂથ મુખ્યમંત્રી પદ છોડવાના બદલામાં કેટલાક મહત્ત્વપૂર્ણ મંત્રાલયોની માગ કરી રહ્યું છે. તેની પાછળ શિંદેનો તર્ક હતો કે જ્યારે તેઓ ભાજપ સરકારમાં નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે તેમની પાસે ગૃહ મંત્રાલય હતું, તેથી હવે જ્યારે તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ મળી રહ્યું છે ત્યારે તેઓ ગૃહ મંત્રાલયનો પોર્ટફોલિયો પોતાની પાસે રાખવા માગે છે. શિંદે સેના ગૃહ મંત્રાલય ઉપરાંત રેવન્યૂ જેવા વિભાગની માગ કરી રહી છે. એટલું જ નહીં, તે પોતાની પાર્ટી માટે વિધાન પરિષદમાં અધ્યક્ષ પદ પણ ઈચ્છે છે.
NCPના અજીત પવાર પણ સોદેબાજીના મૂડમાં છે. તેઓ ભાજપ પાસેથી મહેસૂલ, PWD જેવા વિભાગોની માગ કરી રહ્યા છે. આ સિવાય NCP પણ પોતાના માટે વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ ઈચ્છે છે. જોકે તેમાં કોને શું મળશે? તેને લઇને 5 ડિસેમ્બરે શપથ ગ્રહણ સમારોહ બાદ જ આ અંગે નિર્ણય લેવામાં આવશે. હાલમાં તમામની નજર નાયબ મુખ્યમંત્રી પદ પર ટકી છે. શું શિંદે 5 ડિસેમ્બરે શપથ સમારોહમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે નહીં?
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp