મહિન્દ્રા અને ઇન્ડિગો વચ્ચે '6E'ના ઉપયોગને લઇને શા માટે કાયદાકીય લડાઇ શરૂ થઇ?

મહિન્દ્રા અને ઇન્ડિગો વચ્ચે '6E'ના ઉપયોગને લઇને શા માટે કાયદાકીય લડાઇ શરૂ થઇ?

12/04/2024 Business

SidhiKhabar

SidhiKhabar

મહિન્દ્રા અને ઇન્ડિગો વચ્ચે '6E'ના ઉપયોગને લઇને શા માટે કાયદાકીય લડાઇ શરૂ થઇ?

Indigo Vs Mahindra case: ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો અને અગ્રણી ઓટોમોબાઇલ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા વચ્ચે '6E' ટ્રેડમાર્કના ઉપયોગને લઇને કાયદાકીય વિવાદ શરૂ થયો છે. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ઇલેક્ટ્રિક વાહન યુનિટ મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડ સામે ટ્રેડમાર્કના ઉલ્લંઘન માટે કેસ દાખલ કરાવી દીધો છે.

સ્ટોક એક્સચેન્જ પાસે એક નિયમનકારી ફાઇલિંગમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જણાવ્યું હતું કે, કંપનીની પેટાકંપની મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડે 26 નવેમ્બર 2024ના રોજ તેની ઇલેક્ટ્રિક ઓરિજિન SUV, BE 6e અને XEV 9eનું અનાવરણ કર્યું છે. M&M અનુસાર, મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલે ક્લાસ 12 (વાહનો) હેઠળ BE 6e જે તેના ઇલેક્ટ્રિક ઓરિજિન SUV પોર્ટફોલિયોનો ભાગ છે, તેના ટ્રેડમાર્ક રજીસ્ટ્રેશન માટે અરજી કરી છે.


મહિન્દ્રાએ પોતાની સ્પષ્ટતામાં શું કહ્યું

મહિન્દ્રાએ પોતાની સ્પષ્ટતામાં શું કહ્યું

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની સ્પષ્ટતામાં કહ્યું કે, કંપની તેમાં કોઇ વિવાદ જોતી નથી કારણ કે BE 6e કોઇ 6E ટ્રેડમાર્ક નથી. આ ઇન્ડિગોના “6E” ટ્રેડ માર્કથી સંપૂર્ણપણે અલગ છે જે એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરે છે અને તેમાં કોઇપણ પ્રકારની મૂંઝવણ નથી. અને તેની વિવિધ સ્ટાઇલ તેની વિશિષ્ટતા પર વધુ ભાર મૂકે છે. કંપની અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલે ટ્રેડમાર્કના ઉલ્લંઘનને લઇને ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડની ચિંતાઓને ધ્યાનમાં લીધી છે, જે અમારો ઇરાદો નહોતો. કંપની અને મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઉકેલ શોધવા માટે ઇન્ડિગો સાથે ચર્ચા કરી રહી છે.

ઇન્ડિગો દેશના સ્થાનિક ઉડ્ડયન ક્ષેત્રમાં 60 ટકા હિસ્સો ધરાવે છે અને કંપની લાંબા સમયથી તેની બ્રાન્ડિંગ માટે "6E"નો ઉપયોગ કરી રહી છે. રોઇટર્સના અહેવાલ અનુસાર, ઇન્ડિગો દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં કહેવામાં આવ્યું છે કે મહિન્દ્રાએ જાણીજોઇને પોતાને ઉડ્ડયન ઉદ્યોગ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે અને તે બતાવવાનો પ્રયાસ કર્યો છે કે તેની કાર કોકપિટ જેવી જ દેખાય છે. દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કરીને ઇન્ડિગોએ મહિન્દ્રાના આ પગલા પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માગ કરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top