ખેડૂતોની આવક વધારવા પર સરકારનો ભાર, નિર્મલા સીતારમણ કરી શકે છે આ મોટી જાહેરાતો

ખેડૂતોની આવક વધારવા પર સરકારનો ભાર, નિર્મલા સીતારમણ કરી શકે છે આ મોટી જાહેરાતો

01/17/2025 Business

SidhiKhabar

SidhiKhabar

ખેડૂતોની આવક વધારવા પર સરકારનો ભાર, નિર્મલા સીતારમણ કરી શકે છે આ મોટી જાહેરાતો

નાણાકીય વર્ષ 2025-26 માટે, સરકાર એગ્રી ઇનપુટ્સ પર લાગતા GSTમાં ઘટાડો કરી શકે છે. વિવિધ પાકની ખેતીમાં વપરાતા બિયારણ અને ખાતર પર અલગ-અલગ દરે GST વસૂલવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર તેમના પર લાગતો GST ઘટાડી શકે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું બીજું કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરી, 2025ના રોજ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સવારે 11 વાગ્યાથી સંસદમાં નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવાનું શરૂ કરશે. સત્તામાં આવ્યા બાદથી પીએમ મોદીની સરકાર ખેડૂતોની આવક વધારવામાં વ્યસ્ત છે. માનવામાં આવી રહ્યું છે કે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે. સરકારનું સમગ્ર ધ્યાન ખેડૂતોની આવક વધારવા પર છે. આવો જાણીએ આ બજેટમાં ખેડૂતો માટે કઈ મોટી જાહેરાતો થઈ શકે છે.


કિસાન ક્રેડિટ કાર્ડ

કિસાન ક્રેડિટ કાર્ડ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આ બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)ની મર્યાદા વધારવાની જાહેરાત કરીને ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે. સરકાર KCCની હાલની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકે છે. તેનાથી ખેડૂતોને ઘણો ફાયદો થવાની આશા છે. KCC મર્યાદામાં વધારો કરીને, ખેડૂતો તેમની કમાણી વધારવા માટે વધુ રોકાણ કરી શકશે.

એગ્રી ઇનપુટ્સ પર GST

નાણાકીય વર્ષ 2025-26 માટે, સરકાર એગ્રી ઇનપુટ્સ પર લાગતા GSTમાં ઘટાડો કરી શકે છે. વિવિધ પાકની ખેતીમાં વપરાતા બિયારણ અને ખાતર પર અલગ-અલગ દરે GST વસૂલવામાં આવે છે. ખેડૂતોની આવક વધારવાના પ્રયાસોના ભાગરૂપે સરકાર તેમના પર લાગતો GST ઘટાડી શકે છે.


કૃષિ યોજનાઓ

કૃષિ યોજનાઓ

ગયા બજેટમાં સરકારે કૃષિ સંબંધિત યોજનાઓ માટે 65,529 કરોડ રૂપિયા ફાળવ્યા હતા. જો કે, આ બજેટમાં સરકાર કૃષિ યોજનાઓ માટે ફાળવણીમાં 5 થી 7 ટકાનો વધારો કરી શકે છે.

નિર્મલા સીતારમણ પોતાનું 8મું બજેટ રજૂ કરશે

નિર્મલા સીતારમણનું આ 8મું બજેટ હશે. પીએમ નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આ બીજું બજેટ હશે. PM મોદીના ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ ગયા વર્ષે જુલાઈમાં રજૂ કરવામાં આવ્યું હતું, જ્યારે તેમણે જૂન 2024માં તેમના સહયોગીઓ સાથે સરકાર બનાવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top