સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો! અમૃતસર ગોલ્ડન ટેમ્પલના ગેટ પર જ થયું ફાયરિંગ! જુઓ આખી ઘટનાનો

સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો! અમૃતસર ગોલ્ડન ટેમ્પલના ગેટ પર જ થયું ફાયરિંગ! જુઓ આખી ઘટનાનો વિડીયો

12/04/2024 National

SidhiKhabar

SidhiKhabar

સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો! અમૃતસર ગોલ્ડન ટેમ્પલના ગેટ પર જ થયું ફાયરિંગ! જુઓ આખી ઘટનાનો

Sukhbir Singh Badal News: પંજાબના પૂર્વ ડેપ્યૂટી મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલને પગમાં ફ્રેક્ચર છે, તેથી પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે અને હાલ તેઓ વ્હીલચેર પર દેખાઇ રહ્યાં છે. આ દરમિયાન ‘તનખૈયા’ (ધાર્મિક અપરાધી) જાહેર થયા બાદ તેઓ અમૃતસરના સુવર્ણ મંદિર એટલે કે શ્રી હરમંદિર સાહિબ ગુરુદ્વારાની બહાર ચોકી કરીને સજા ભોગવી રહ્યા છે. આ દરમિયાન આજે સુવર્ણ મંદિરના ગેટ પર જ તેમની ઉપર ફાયરિંગ થયું હતું.


અચાનક ગોળી છૂટી અને... જુઓ વિડીયો

પંજાબમાં શિરોમણિ અકાલી દળ (SAD)ના નેતા સુખબીરસિંહ બાદલ પર ફાયરિંગના સમાચાર સામે આવ્યા છે, પરંતુ આ હુમલામાં તે સહેજ માટે બચી ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુવર્ણ મંદિરના ગેટ પર એક વ્યક્તિએ તેમના પર ફાયરિંગ કર્યું હતુ. હુમલાખોરે ફાયરિંગ કરતાની સાથે જ ઘટનાસ્થળે હાજર લોકોએ આરોપીને પકડી લીધો હતો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધો છે. તેની પાસેથી એક પિસ્તોલ પણ મળી આવી છે.

સુખબીરસિંહ બાદલના ગાળામાં દોષિત હોવાની નિશાની પણ લટકતી રહે છે. સજાના પ્રથમ દિવસે તેમણે સુવર્ણમંદિરના સામૂહિક રસોડામાં ચાસનો પણ સાફ કર્યા હતા. આ દરમિયાન તેણે સેવાકર્મીઓનો પોશાક પહેર્યો હતો.


કોણ છે નારાયણ સિંહ? સુખબીર પર શું છે આરોપ?

કોણ છે નારાયણ સિંહ? સુખબીર પર શું છે આરોપ?

આરોપીનું નામ નારાયણસિંહ બતાવવામાં આવી રહ્યું છે. તે પક્ષ ખાલસા સાથે સંકળાયેલો છે. અકાલ તખ્તે સુખબીર બાદલને દોષિત પુરવાર કર્યા છે. આરોપ છે કે બાદલે ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમને ઈશનિંદા કેસમાં માફી અપાવવામાં મદદ કરી છે. આ માટે બાદલે પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને રામ રહીમ સામેની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. શ્રી ગુરુ ગ્રંથ સાહિબના અપમાનના કેસમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને સંગતના પૈસાથી રાજકીય જાહેરાતો કરવામાં આવી હતી. ડીજીપી સુમેધ સૈનીની નિમણૂકને ધાર્મિક અપરાધ ગણાવ્યો છે.

ધાર્મિક સજાના ભાગરૂપે બાદલ ગુરુદ્વારામાં સેવા કરશે. વાસણો ધોશે અને ચોકીદારી પણ રાખશે. શ્રી દરબાર સાહિબમાં બનેલા જાહેર શૌચાલયની પણ સફાઈ કરશે. 2007 થી 2017 દરમિયાન અકાલી દળની સરકાર દરમિયાન ધાર્મિક ભૂલો માટે જથેદાર શ્રી અકાલ તખ્તે બાદલ અને તેમની પાર્ટીના નેતાઓને સજા ફટકારી છે. અકાલી નેતાઓ સેવા આપીને સમાન સજાની ભરપાઈ કરી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top