દારુ ઢીંચી રાખ્યો હતો કે બ્રેક ફેઈલ થઇ? મુંબઈના રસ્તાઓ પર મોતનું તાંડવ, જુઓ વીડિયો

દારુ ઢીંચી રાખ્યો હતો કે બ્રેક ફેઈલ થઇ? મુંબઈના રસ્તાઓ પર મોતનું તાંડવ, જુઓ વીડિયો

12/10/2024 National

SidhiKhabar

SidhiKhabar

દારુ ઢીંચી રાખ્યો હતો કે બ્રેક ફેઈલ થઇ? મુંબઈના રસ્તાઓ પર મોતનું તાંડવ, જુઓ વીડિયો

Kurla Bus Accident: સોમવારે રાત્રે મુંબઈના માર્ગ પર મોતનો તાંડવ જોવા મળ્યો હતો. કુર્લા વેસ્ટ રેલ્વે સ્ટેશન રોડ પર આંબેડકર નગરમાં બેસ્ટ બસને ભયંકર અકસ્માત થઇ ગયો હતો. બેસ્ટની બસે કેટલાક વાહનો અને રાહદારીઓને કચડી નાખ્યા હતા. અકસ્માતની આ ઘટનાએ મુંબઈમાં હાહાકાર મચાવી દીધો છે. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને 49થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત નાજુક છે. પોલીસે બસ ચાલકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ડ્રાઈવરે જણાવ્યું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી, તેથી આ ઘટના બની.

બસ ડ્રાઈવરની ઓળખ 43 વર્ષીય સંજય મોરે તરીકે થઈ છે. તે મુંબઈના કુર્લા સ્ટેશન રોડ પર બેસ્ટ બસ ચલાવી રહ્યો હતો, જેણે 50 લોકોને ટક્કર મારી હતા. બસ અનિયંત્રિત થઈને અનેક વાહનોને ટક્કર મારતા આગળ નીકળી ગઈ.. બસ બુદ્ધ કૉલોની સોસાયટીના કમ્પાઉન્ડની દિવાલ તોડીને સોસાયટીમાં ઘૂસી ગઈ હતી. કમ્પાઉન્ડનિ દિવાલ પૂરી રીતે તૂટી ગઈ છે. ચારેય તરફ વાહનોના કાચ અને સ્પેરપાર્ટ વિખેરાયેલા પડ્યા છે. આ દરમિયાન પ્રત્યક્ષદર્શીઓએ આંખે જોયેલી સ્થિતિનું વર્ણન કર્યું હતું.


ખરેખર શું થયું?

ખરેખર શું થયું?

બેસ્ટની બસ નંબર 332 કુર્લાથી અંધેરી જઈ રહી હતી, ત્યારે આ અકસ્માત થયો હતો. કુર્લા-અંધેરી રૂટની આ બસમાં હંમેશાં મુસાફરોની ભીડ રહે છે. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્માત સમયે બસ ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો, જોકે ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

તો શિવસેનાના ધારાસભ્ય દિલીપ લાંડેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'બ્રેક ફેઈલ થવાથી ડ્રાઈવરે બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું. તેના કારણે ડ્રાઈવર ખૂબ ડરી ગયો અને તેણે બ્રેકની જગ્યાએ એક્સીલેટર દબાવી દીધું. તેનાથી બસની સ્પીડ વધુ થઇ ગઈ અને પછી તેને બસ પરથી નિયંત્રણ ગુમાવી દીધું.' બીજી તરફ, પ્રત્યક્ષદર્શીઓનો આરોપ છે કે ડ્રાઈવર નશામાં હતો.


બાલ- બાલ બચ્યો યુવાન

બાલ- બાલ બચ્યો યુવાન

આ ભયાનક અકસ્માતનો વધુ એક CCTV વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક અકસ્માતમાં બાલ-બાલ બચી ગયો હતો. આ છોકરો તેના મિત્ર સાથે બજારમાં ઊભો હતો, ત્યારે એક અનિયંત્રિત બસ આવી અને તેના મિત્રને તેની બાઇકથી કચડીને જતી રહી, પરંતુ આ સમગ્ર ઘટનામાં બીજો છોકરો બાલ-બાલ બચી ગયો.

નજર સમક્ષ મૃત્યુ જોવાનું શું હોય છે એ છોકરાના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું. બચી ગયા બાદ યુવક ગભરાઈ ગયો હતો. અકસ્માતથી બચ્યા બાદ તે ભાગીને સુરક્ષિત સ્થળે બેસી ગયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top