શંભુ બોર્ડર પર ઉભા ખેડૂતો માટે રાહતના સમાચાર, જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું
Supreme Court on Farmer Protest: શંભુ બોર્ડર પર ઉભા ખેડૂતોને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. વાસ્તવમાં શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર પર ઉભા ખેડૂતોને હટાવવાની માગ કરતી અરજીને ફગાવી દીધી છે.
અરજદારના વકીલે કહ્યું કે તેને પેન્ડિંગ કેસ સાથે જોડી શકાય છે. જજ જે. કાંતે કહ્યું- નહીં, અમે આ જ મુદ્દા પર કોઈ નવી પિટિશન ઈચ્છતા નથી. આ માગને ફગાવી દેતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક જ પ્રકારની અરજીઓ વારંવાર કેમ દાખલ થઇ રહી છે? આ કેસ પહેલાથી પેન્ડિંગ છે. અમે તમારી અરજી એ કેસો સાથે નહીં જોડીએ. તેનાથી ખરાબ સંદેશ જાય છે.
જસ્ટિસ જે. કાંતે વધુમાં કહ્યું કે, અમે બધુ જાણીએ છીએ. એવું નથી કે તે (અરજીકર્તા) સમાજના અંતરાત્માના રક્ષક છે અને બાકીનાને ખબર નથી. વારંવાર પિટિશન અરજીઓ દાખલ ન કરશો. જો તમે પેન્ડિંગ PILમાં મદદ કરવા માગતા હોવ તો તમારું સ્વાગત છે.
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એવા સમયે કરી છે જ્યારે કેન્દ્ર અને પંજાબ સરકારોને ખેડૂતોના વિરોધ પરનો પ્રતિબંધ હટાવવા અને તેની ખાતરી કરવા માટે નિર્દેશ માગતી PILની સુનાવણી થઈ રહી છે. અરજીમાં માગ કરવામાં આવી હતી કે વિરોધ કરી રહેલા ખેડૂતો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલલે ટ્રેકને બ્લોક કરવામાં ન આવે. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ મનમોહનની બેંચ દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
દિલ્હી તરફ કૂચ કરવા પર અડગ આંદોલનકારી ખેડૂતોના કારણે બંધ કરાયેલી શંભુ બૉર્ડર અત્યારે નહીં ખુલે. સોમવારે (9 ડિસેમ્બર 2024), સુપ્રીમ કોર્ટે શંભુ બૉર્ડર ખોલવાની માગ કરતી અરજી ફગાવી દીધી હતી. આ અરજીમાં પંજાબના તમામ હાઈવે ખોલવાની માગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કહેવામાં આવ્યું હતું કે આ મામલે એક પિટિશન પહેલાથી પેન્ડિંગ છે, તેથી નવી પર ચર્ચા કરવામાં નહીં આવે.
વાસ્તવમાં, આ અરજી પંજાબના રહેવાસી ગૌરવ લુથરા તરફથી દાખલ કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટ પાસે કેન્દ્ર સરકાર, પંજાબ સરકાર અને હરિયાણા સરકારને તમામ રાજ્યોની સરહદો ખોલવાનો નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી. આ અરજીમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સરહદ બંધ કરવી એ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે, પરંતુ કોર્ટે તેની સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું કે, આવી જ એક અરજી પહેલાથી પેન્ડિંગ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp