બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધતા હુમલાને લઇને આસામની હૉટલોએ લીધો મોટો નિર્ણય

બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધતા હુમલાને લઇને આસામની હૉટલોએ લીધો મોટો નિર્ણય

12/07/2024 National

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશમાં હિંદુઓ પર વધતા હુમલાને લઇને આસામની હૉટલોએ લીધો મોટો નિર્ણય

Assam Hotels: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા હુમલાઓને લઈને ભારતમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. આ દરમિયાન, આસામની બરાક ખીણની હૉટલોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયના લોકો પરના હુમલા બંધ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ બાંગ્લાદેશી નાગરિકને તેમની સેવાઓ પૂરી પાડશે નહીં.

બરાક ખીણમાં કછાર, શ્રીભૂમિ (અગાઉ કરીમગંજ) અને હૈલાકાંડી 3 જિલ્લાઓનો સમાવેશ થાય છે અને બાંગ્લાદેશના સિલહેટ પ્રદેશ સાથે 129 કિમી લાંબી સરહદ વહેંચે છે. બરાક વેલી હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખ બાબુલ રાયે શુક્રવારે (6 ડિસેમ્બર 2024) પત્રકારોને જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સ્થિતિ ચિંતાજનક છે. અમે તેને કોઈ પણ રીતે સ્વીકારી શકતા નથી, તેથી અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી પરિસ્થિતિ સુધરે નહીં અને હિંદુઓ પરના અત્યાચાર બંધ ન થાય ત્યાં સુધી અમે બરાક ખીણના 3 જિલ્લામાં પડોશી દેશના કોઈપણ નાગરિકને પોતાને ત્યાં નહીં રાખીએ. આ અમારી વિરોધ કરવાની રીત છે.'


હિંદુઓ પર થતા અત્યાચાર સામે વિરોધ

હિંદુઓ પર થતા અત્યાચાર સામે વિરોધ

તેમણે કહ્યું, 'બાંગ્લાદેશના લોકોએ દેશમાં સ્થિરતા પાછી આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો પરિસ્થિતિ સુધરે છે તો જ અમે અમારા નિર્ણય પર પુનર્વિચાર કરી શકીએ.' થોડા દિવસો અગાઉ બજરંગ દળે સિલચરમાં આયોજિત વૈશ્વિક પ્રદર્શનના આયોજકોને પાડોશી દેશમાં હિંદુઓ પર થતા અત્યાચારના વિરોધમાં બાંગ્લાદેશી ઉત્પાદનો વેચતા 2 સ્ટોલ બંધ કરવા કહ્યું હતું અને તેમની માગ સ્વીકારી લેવામાં આવી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ 10 ડિસેમ્બર 2024ના રોજ દિલ્હીની સિવિલ સોસાયટીના બેનર હેઠળ બાંગ્લાદેશ દૂતાવાસ સુધી કૂચ કરશે. RSSના એક અધિકારીએ જણાવ્યું કે, દિલ્હીમાં 200થી વધુ સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ વિરોધ માર્ચમાં જોડાશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top