જો ટ્રમ્પ અને હેરિસને બરાબર મત મળ્યા તો વિજેતા કેવી રીતે નક્કી થશે? નિયમો જાણો
US Presidential Election 2024: આ વખતે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે સખત મુકાબલો હોવાનું કહેવાય છે. એવું માનવામાં આવે છે કે બંને વચ્ચે બરાબરીનો મુકાબલો છે. જો ચૂંટણીમાં કોઈ ઉમેદવારને સ્પષ્ટ લીડ નહીં મળે તો મુકાબલો ટાઈ થાય તેવી શક્યતા છે. જોકે પરિણામ અગાઉ આ બધું કહેવું મુશ્કેલ છે. અમેરિકામાં 1800 બાદ એવી સ્થિતિ ક્યારેય આવી નથી. 224 વર્ષ અગાઉ ટાઈની સ્થિતિ બની હતી. રાષ્ટ્રપતિ બનવા માટે 240 ઈલેક્ટોરલ વૉટ જરૂરી છે. જો આટલા વૉટ ન મળ્યા, તો રાષ્ટ્રપતિની પસંદગી કેવી રીતે થશે? ચાલો તેના વિશે જાણીએ.
એક અહેવાલ મુજબ, આ વખતે મામલો એ વાતથી ફસાઇ શકે છે કે નવા રાષ્ટ્રપતિ 538 સભ્યોની ઇલેક્ટોરલ કૉલેજમાંથી ચૂંટવામાં આવે. દરેક રાજ્યના મત તેના પ્રતિનિધિનો નિર્ણય કરશે. 2 સીનેટરો સિવાય પ્રતિનિધિઓ વસ્તીના આધારે જીત્યા બાદ ગૃહમાં પહોંચશે. દરેક રાજ્યમાં મતોની સંખ્યા અલગ-અલગ હોય છે. મેન અને નેબ્રાસ્કા રાજ્યોમાં અલગ-અલગ નિયમો છે. જ્યારે અન્ય રાજ્યોમાં વિજેતાને બધું જ ગણવામાં આવે છે. અહીં જે ઉમેદવારને વધુ લોકપ્રિય મત મળે છે. તમામ ચૂંટણી મત તેમને જ આપી દેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે ફ્લોરિડાની વાત કરીએ. અહીં કોંગ્રેસના પ્રતિનિધિત્વના કુલ 29 મત છે. જેમાં 2 સીનેટર અને 27 પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. મતદાનના દિવસે મતદારો રાષ્ટ્રપતિ માટે પોતાનો મત આપે છે. ધારો કે અહીં ટ્રમ્પને 50 લાખ અને કમલા હેરિસને 48 લાખ વોટ મળે છે. એ હિસાબે, ટ્રમ્પને લોકપ્રિય મતોના વિજેતા જાહેર કરવામાં આવશે. અહીં 'વિનર ટેક્સ ઓલ' લાગૂ કરવાનો અર્થ છે કે તમામ 29 મત વિજેતા ઉમેદવારના ખાતામાં ઉમેરી દેવામાં આવશે. રાષ્ટ્રીય લોકપ્રિય મતને ધ્યાનમાં લીધા વિના, 270 ચૂંટણી મત મેળવનાર ઉમેદવાર રાષ્ટ્રપતિ બનશે.
ધારો કે ઉમેદવાર 269 મત મેળવે છે અથવા બંનેના મત 269-269 થઇ જાય છે. એવી સ્થિતિમાં કોંગ્રેસ દ્વારા નિર્ણય લેવામાં આવે છે. અમેરિકન હાઉસ બંધારણ અનુસાર રાષ્ટ્રપતિની પસંદગી કરે છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ રાષ્ટ્રપતિની પસંદગી કરશે અને સીનેટ ઉપરાષ્ટ્રપતિની પસંદગી કરશે. હાલમાં, હેરિસ મિશિગન, વિસ્કૉન્સિન અને પેન્સિલવેનિયામાં મજબૂત છે. તો ટ્રમ્પ એરિઝોના, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, નેબ્રાસ્કા અને નેવાડામાં મજબૂત હોવાનું કહેવામાં આવે છે. જો મુકાબલો ટાઈ થાય તો આગામી વર્ષે 6 જાન્યુઆરીએ ખાસ ચૂંટણી યોજાશે. જેમાં દરેક રાજ્યના પ્રતિનિધિ રાષ્ટ્રપતિની પસંદગી માટે મતદાન કરશે. છેલ્લી વખત થોમસ જેફરસન અને જ્હોન એડમ્સ વચ્ચે 1800માં એટલે કે 224 વર્ષ અગાઉ મુકાબલો ટાઈ થયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp