IPL 2025 Mega Auction: RTM કાર્ડના આ નિયમ પર હોબાળો, ઘણી ટીમોએ BCCIને કરી ફરિયાદ

IPL 2025 Mega Auction: RTM કાર્ડના આ નિયમ પર હોબાળો, ઘણી ટીમોએ BCCIને કરી ફરિયાદ

10/05/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 2025 Mega Auction: RTM કાર્ડના આ નિયમ પર હોબાળો, ઘણી ટીમોએ BCCIને કરી ફરિયાદ

લીગની ગવર્નિંગ કાઉન્સિલે તાજેતરમાં IPL 2025ની મેગા હરાજી માટે નવા નિયમો જાહેર કર્યા હતા. આ વખતે રાઇટ ટૂ મેચ (RTM) કાર્ડની વાપસી થઇ છે. જોકે, તેના નિયમોમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા. હવે તેમાના એક ફેરફારને લઇને હોબાળો થઇ રહ્યો છે. ઘણી ટીમો આ ફેરફારથી ખુશ નથી અને BCCIને ફરિયાદ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે.

વાસ્તવમાં, અગાઉની ટીમો હરાજીમાં બોલી સાથે મેળ ખાવા પર સહમત થઇને ખેલાડીને તેમની ટીમમાં પાછા સામેલ કરવા માટે RTM કાર્ડનો ઉપયોગ કરતી હતી. પરંતુ હવે આ કાર્ડનો ઉપયોગ કર્યા બાદ સૌથી વધુ બોલી લગાવનાર ટીમને બીડ વધારવાની બીજી તક આપવામાં આવશે. આ ફેરફારને લઇને ઘણી ટીમોએ BCCIને ફરિયાદ કરી છે.


ફ્રેન્ચાઇઝીઓએ ફરિયાદમાં શું કહ્યું?

ફ્રેન્ચાઇઝીઓએ ફરિયાદમાં શું કહ્યું?

RTM કાર્ડ અંગે ફ્રેન્ચાઇઝીએ કહ્યું છે કે તેનો હેતુ ખેલાડીની બજાર કિંમત નક્કી કરવાનો છે, પરંતુ BCCIએ છેલ્લી વખત સૌથી વધુ બોલી લગાવનારી ટીમ માટે કિંમત વધારવા પર કોઇ મર્યાદા લગાવી નથી. આ કારણે, હરાજી દરમિયાન બીડ મનમાની ઢંગે વધારી શકાય છે. જો એમ થશે તો તેનો કોઇ અર્થ નહીં રહે. ક્રિકબઝના અહેવાલ મુજબ, ઘણી ટીમોએ આ જ બાબતને લઇને સત્તાવાર રીતે BCCIને લેખિતમાં ફરિયાદ કરી છે. તો કેટલીક ફ્રેન્ચાઇઝી બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહી છે.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે BCCIના આ નિયમના કારણે કોઇપણ ફ્રેન્ચાઇઝી RTM કાર્ડને બદલે રિટેન્શનનો ઉપયોગ કરવાનું પસંદ કરશે. કારણ કે BCCIએ હરાજી માટે વધુને વધુ સ્ટાર ખેલાડીઓને આકર્ષવા માટે આ નિયમ લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. બીજી તરફ, નંબર 4 અને નંબર 5 રીટેન્શન રેન્ક ધરાવતા ખેલાડીઓ માટે રૂ. 18 કરોડ અને રૂ. 14 કરોડ નક્કી કરવામાં આવ્યા હતા. તેનાથી ફ્રેન્ચાઇઝી RTM કાર્ડ વિકલ્પને બદલે વધુ રીટેન્શન પસંદ કરી શકે છે. આ કારણે સ્ટાર ખેલાડીઓ હરાજીમાં આવી શકશે નહીં.


નવા નિયમો હેઠળ RTM કાર્ડ કેવી રીતે કામ કરે છે?

નવા નિયમો હેઠળ RTM કાર્ડ કેવી રીતે કામ કરે છે?

IPL 2025માં ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તેમાં રાઇટ ટૂ મેચ કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવશે. ફ્રેન્ચાઇઝી વધુમાં વધુ 5 કેપ્ડ પ્લેયર (ભારતીય/વિદેશી) અને વધુમાં વધુ 2 અનકેપ્ડ પ્લેયર્સને રિટેન કરી શકે છે. ફ્રેન્ચાઇઝી જેટલા ઓછા ખેલાડીઓને રિટેન કરશે, તેની પાસે તેટલા રાઇટ ટૂ મેચ કાર્ડ વધી જશે, જેનો તે હરાજીમાં ઉપયોગ કરી શકે છે.

નવા નિયમ હેઠળ, જો કોઇ ખેલાડીની હરાજી થઇ રહી છે અને કોઇ ટીમે તેના માટે સૌથી વધુ 6 કરોડ રૂપિયાની બોલી લગાવી છે, તો તે ખેલાડીની વર્તમાન ફ્રેન્ચાઇઝીને પહેલા પૂછવામાં આવશે કે શું તેઓ તેમના RTMનો ઉપયોગ કરવા માગે છે. જો તે સહમત થાય છે, તો પ્રથમ ટીમને બિડ વધારવાની બીજી તક આપવામાં આવશે. જો તે હવે તેને વધારીને 10 કરોડ રૂપિયા કરે છે, તો ખેલાડીની વર્તમાન ટીમ તેના RTM કાર્ડનો ઉપયોગ કરી શકે છે અને તેને 10 કરોડ રૂપિયામાં ફરીથી સાઇન કરી શકે છે. તેનાથી ખેલાડીને ફાયદો થશે, પરંતુ હાલની ફ્રેન્ચાઇઝીને નુકસાન થશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top