મહાયુતિએ અચાનક બેઠક રદ કરી, મહારાષ્ટ્રમાં ફરી રાજકીય ગરમાવો વધી ગયો; શિંદે પોતાના ગામે જશે
Mahayuti Meeting Cancelled: મહારાષ્ટ્રના મુખ્યમંત્રીના નામની આજે જાહેરાત થવાની હતી. પરંતુ આ દરમિયાન મહાયુતિ કેમ્પમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી પદની જાહેરાત અગાઉ યોજાનારી મહાગઠબંધનની બેઠક રદ કરી દેવામાં આવી છે. આ બેઠક અચાનક રદ કરી દેવામાં આવી હતી. જો અહેવાલોનું માનીએ તો પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના મૂળગાંવ સાતારા જઈ રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે મુંબઈમાં યોજાનારી મહાયુતિની બેઠક રદ કરી દેવામાં આવી છે. આ બેઠક આગામી 2 દિવસ સુધી નહીં થાય. મીટિંગ રદ્દ કરવાનું કારણ હજુ બહાર આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ભાજપના ગ્રુપ લીડરની પસંદગી કરવામાં આવશે, ત્યારબાદ મહાગઠબંધનની બેઠક શરૂ થઈ શકે છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ સતારામાં પોતાના ગામ જવાની તૈયારી કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ગઈ કાલે મહાયુતિના 3 મોટા ચહેરા દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવારે દિલ્હીમાં બેઠક યોજી હતી. આ બેઠક ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને થઈ હતી. આ બેઠકમાં મહાયુતિએ મુખ્યમંત્રીની પસંદગી કરી હોવાના સમાચાર બહાર આવી રહ્યા હતા. મુંબઈમાં મહાયુતિની બેઠક બાદ મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરવામાં આવશે. જો કે હવે આ મીટિંગ જ રદ કરવામાં આવી છે. સ્વાભાવિક છે કે મહારાષ્ટ્રને મુખ્યમંત્રી માટે થોડી રાહ જોવી પડી શકે છે.
ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હીમાં આયોજિત મીટિંગ બાદ એકનાથ શિંદેની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોટો પડાવતી વખતે તેમના ચહેરા પર ખુશી નહોતી. જો કે બાદમાં મીડિયા સાથે વાત કરતા એકનાથ શિંદેએ કહ્યું કે અમારી વચ્ચે બધુ બરાબર છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp