પંજાબના સુવર્ણ મંદિરમાં એક વ્યક્તિએ શ્રદ્વાળુંઓ પર લોખંડના રૉડથી કર્યો હુમલો
Golden Temple: સુવર્ણ મંદિરમાં શુક્રવારે એક વ્યક્તિએ લોખંડના રૉડ વડે અનેક લોકો પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 2 સેવકો અને 3 શ્રદ્વાળું ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટના અંગે માહિતી આપી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ વ્યક્તિ સુવર્ણ મંદિરના ગુરુ રામદાસ નિવાસમાં ફરતો જોવા મળ્યો હતો, જેને ગુરુ રામદાસ સરાય તરીકે પણ ઓળખવામાં આવે છે. શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના સચિવ પ્રતાપ સિંહના જણાવ્યા અનુસાર, જ્યારે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી ત્યારે તે હિંસક થઈ ગયો અને તેણે SGPC કર્મચારીઓ અને અન્ય લોકો પર હુમલો કરી દીધો. જોકે આ મામલે તપાસ ચાલી રહી છે.
પોલીસે જણાવ્યું કે, આ વ્યક્તિ હરિયાણાનો રહેવાસી છે અને ઘટના બાદ SGPCએ તેને તેમને સોંપી દીધો હતો. SGPCના સચિવ પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત થયેલા 3 શ્રદ્ધાળું મોહાલી, ભટિંડા અને પટિયાલાથી આવ્યા હતા, જ્યારે અન્ય 2 શ્રી દરબાર સાહિબ (ગોલ્ડન ટેમ્પલ)ના સેવાદાર હતા. ઇજાગ્રસ્તોને ગંભીર હાલતમાં શ્રી ગુરુ રામદાસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોર અને તેના એક સહયોગીને પકડીને પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. SGPC સચિવે સરકાર અને કાયદા અમલીકરણ એજન્સીઓ પાસે હુમલાખોર વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી હતી.
પોલીસ કમિશનર ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું કે, "શ્રી દરબાર સાહિબ કોમ્પ્લેક્સમાં કર્મચારી જસબીર સિંહે બીજા માળે એક માણસને જોયો. જ્યારે તેને નીચે આવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે ના પાડી દીધી. ત્યારબાદ, કર્મચારી જસબીર સિંહ બીજા માળે ગયો અને તેને ફરીથી નીચે આવવા કહ્યું. આ દરમિયાન, તેણે વ્યક્તિએ લોખંડનો રૉડ પકડ્યો અને તેણે જસબીર સિંહ પર હુમલો કરી દીધો. પછી બાકીના કર્મચારીઓ પર એકત્ર થઇ ગયા અને એ વ્યક્તિની પકડી લીધો. ઝપાઝપીમાં કેટલાક અન્ય લોકો પણ ઇજાગ્રસ્ત થયા હતા.
આ વ્યક્તિની ઓળખ ઝુલ્ફાનના રૂપમાં થઇ. તે હરિયાણાના યમુનાનગરનો રહેવાસી છે. પોલીસે ફરિયાદ નોંધીને તેની ધરપકડ કરી લીધી છે. તેના પરિવાર પાસેથી અમને જાણવા મળ્યું છે કે તે ૩ દિવસ અગાઉ યમુના નગરથી અહીં પહોચ્યો હતો અને તેનો પોતાના પરિવાર સાથે પણ ઝઘડો થયો છે. અમે તેની તપાસ કરી રહ્યા છીએ. ઘટનામાં કુલ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ડૉ. જસમીત સિંહના જણાવ્યા અનુસાર, "ઇજાગ્રસ્તોના નિવેદનો અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ તેમના પર રૉડથી હુમલો કર્યો હતો. લાવવામાં આવેલા 5 દર્દીઓમાંથી એકની હાલત ગંભીર છે અને તેને ICUમાં ખસેડવામાં આવ્યો છે. બાકીના દર્દીઓ સ્થિર છે. ઇજાઓનું મૂલ્યાંકન કરવા માટે સીટી સ્કેન અને એક્સ-રે કરવામાં આવી રહ્યા છે. તો, અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલાખોર માનસિક રીતે અસ્થિર હોવાની આશંકા છે, જોકે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. SGPC અને સ્થાનિક પોલીસ સંયુક્ત રીતે આ મામલાની તપાસ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp