ટ્રુડોનું સ્થાન લેતા માર્ક કાર્ની, કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા

ટ્રુડોનું સ્થાન લેતા માર્ક કાર્ની, કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા

03/15/2025 World

SidhiKhabar

SidhiKhabar

ટ્રુડોનું સ્થાન લેતા માર્ક કાર્ની, કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા

જાન્યુઆરી 2025 માં, જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું. આ પછી, પાર્ટીમાં માર્ક કાર્નેનું નામ સૌથી આગળ હતું. માર્ક કાર્નીએ શુક્રવારે કેનેડાના વડા પ્રધાન તરીકે શપથ લીધા.ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકર માર્ક કાર્ને શુક્રવારે કેનેડાના નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા. માર્ક કાર્ની (59) એ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનું સ્થાન લીધું છે, જેમણે જાન્યુઆરીમાં રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. લિબરલ પાર્ટીએ નવા નેતાની પસંદગી ન કરી ત્યાં સુધી ટ્રુડો સત્તામાં રહ્યા. હવે તેઓ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલા વેપાર યુદ્ધ, મર્જરની ધમકી અને સંભવિત સામાન્ય ચૂંટણી વચ્ચે પોતાના દેશને આગળ વધારવાનો પ્રયાસ કરશે. માર્ક કાર્ની આગામી દિવસો કે અઠવાડિયામાં સામાન્ય ચૂંટણીની જાહેરાત કરે તેવી અપેક્ષા છે. 


ફ્રાન્સ અને બ્રિટનની મુલાકાત લેશે

ફ્રાન્સ અને બ્રિટનની મુલાકાત લેશે

આ પ્રસંગે, વડા પ્રધાન માર્ક કાર્નીએ કહ્યું, "અમે ક્યારેય, કોઈપણ રીતે, અમેરિકાનો ભાગ બનીશું નહીં. અમેરિકા કેનેડા નથી. આપણે મૂળભૂત રીતે એક અલગ દેશ છીએ." માર્ક કાર્નેએ કહ્યું કે તેઓ આગામી દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને મળવા માટે બંને દેશોની યાત્રા કરશે. તેમને બંને દેશો તરફથી આમંત્રણો મળ્યા છે. "આપણે આપણા વેપાર ભાગીદારોને વૈવિધ્યીકરણ કરવું જોઈએ અને આમ કરતી વખતે આપણી સુરક્ષાને મજબૂત બનાવવી જોઈએ".


મંત્રીમંડળે પણ શપથ લીધા

મંત્રીમંડળે પણ શપથ લીધા

કાર્ની સરકારના નવા મંત્રીમંડળે પણ શપથ ગ્રહણ કર્યા છે. એફ. ફિલિપ શેમ્પેન કેનેડાના નવા નાણામંત્રી બન્યા છે. મેલાની જોલીને વિદેશ મંત્રી તરીકે જાળવી રાખવામાં આવ્યા છે. ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને પરિવહન અને આંતરિક વેપાર મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ફ્રીલેન્ડ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન છે જે લિબરલ પાર્ટીના નેતૃત્વની રેસમાં કાર્ની સામે હારી ગયા હતા. 

માર્ક કાર્ની કોણ છે?

માર્ક કાર્નીનો જન્મ ૧૬ માર્ચ, ૧૯૬૫ના રોજ ફોર્ટ સ્મિથમાં થયો હતો અને તેમનો ઉછેર એડમોન્ટન, આલ્બર્ટામાં થયો હતો. કાર્નેએ 2008 થી 2013 સુધી બેંક ઓફ કેનેડા અને 2013 થી 2020 સુધી બેંક ઓફ ઈંગ્લેન્ડનું નેતૃત્વ કર્યું. 2008 ના નાણાકીય સંકટની સૌથી ખરાબ અસરોનો સામનો કરવા માટે કેનેડાને મદદ કર્યા બાદ કાર્ની બેંક ઓફ ઈંગ્લેન્ડના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૧૬૯૪માં બેંક ઓફ ઈંગ્લેન્ડની સ્થાપના થયા પછી આ પહેલી વાર છે જ્યારે કોઈ બિન-બ્રિટિશ વ્યક્તિને તેનું નેતૃત્વ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યું છે. કાર્નીe 2020 માં ક્લાઇમેટ એક્શન અને ફાઇનાન્સ માટે યુએનના ખાસ દૂત તરીકે સેવા આપવાનું શરૂ કર્યું. કાર્નીએ 2003 માં બેંક ઓફ કેનેડાના ડેપ્યુટી ગવર્નર તરીકે નિયુક્ત થયા પહેલા લંડન, ટોક્યો, ન્યુ યોર્ક અને ટોરોન્ટોમાં 13 વર્ષ સુધી કામ કર્યું. જોકે, તેમને રાજકારણનો કોઈ અનુભવ નથી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top