Surat: કાર ચાલકે 4 વર્ષીય છોકરીને કચડી મારી, 27 વર્ષીય યુવકે પહેલા લોખંડના ગેટને ટક્કર મારી, અને પછી..
Surat: એક તરફ વડોદરામાં એક નબીરાએ બેફામ કાર ચલાવતા ૩ ટૂ-વ્હીલર્સને અડફેટે લઇ લીધા હતા, જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું અને 6 લોકોને ગંભીર ઇજાઓ થઇ હતી, ત્યારે બીજી તરફ સુરતના કુંભારિયાણાથી એક મોટી ઘટના સામે આવી છે. જ્યાં એક કાર ચાલકનો તરખાટ સામે આવ્યો છે, જેને કારણે એક માસૂમ છોકરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતી મુજબ, કુંભારિયા આવેલા સુડા સહકાર આવાસમાં મૂળ નેપાળના રહેવાસી ક્રિશ્ના જોગી વિશ્વકર્મા પરિવાર સાથે રહે છે અને વૉચમેન તરીકે કામ કરે છે. ધુળેટીના દિવસે તેમના ત્રણેય બાળકો સોસાયટીમાં રમી રહ્યા હતા, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક કાર ચાલકે પહેલા સોસાયટીના લોખંડના ગેટને ટક્કર મારી દીધી, જેના કારણે આ દરવાજો 4 વર્ષીય રણજિતા પર પડ્યો.
એટલું જ નહીં કારને આંખે અંધારા આવી ગયા હોય તેમ આ ચાલકે ગેટ પરથી પોતાની કાર હંકારી મૂકી હતી. જેના કારણે છોકરીના મોઢા અને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. આ ઘટના બાદ છોકરીને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી. આ આખી CCTVમાં ઘટના કેદ થઇ ગઈ હતી.
આ ઘટનામાં ચાલક નશાની હાલતમાં હતો કે પછી કયા કારણોસર આટલી ઝડપમાં કાર ચલાવી રહ્યો હતો? એ હજી સુધી સામે આવ્યું નથી. આ ઘટનાની જાણ થતા તરત જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને કાર ચાલક હરીશ ઓળકિયા (ઉંમર 27 વર્ષ(ની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp