19 વર્ષીય યુવતીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પરિવારજનોને અનિચ્છનીય ઘટનાની આશંકા
Padra: વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં આવેલી કેનાલમાંથી 19 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા હાહાકાર મચી જવા પામ્યો છે. યુવતી 11 તારીખે પરીક્ષા આપવા માટે ઘરેથી નીકળી હતી અને ત્યારથી ગુમ થઇ ગઇ હતી. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્તામૉર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
પરિવારજનોએ યુવતીની હત્યાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે તેના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા છે. યુવતીની એક્વિટા અને મોબાઈલ એક ખેતરમાંથી મળી આવ્યા છે, જ્યારે તેની કૉલેજ બેગ અત્યાર સુધી મળી નથી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને વધુ તપાસ હાથ ધરી છે. અને યુવતીના મોત પાછળના કારણો જાણવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. મળતી માહિતી અનુસાર, માતા-પિતા ન હોવાથી યુવતી તેના ભાઈ સાથે રહેતી હતી.
યુવતીના પરિવારજનોએ જણાવ્યું કે, આગળથી યુવતી મૃતદેહ તરતો-તરતો આવ્યો હતો. દૂરના એક ખેતરમાંથી 2 બૂટ મળ્યા છે. તૂટેલી-ફૂટેલી હાલતમાં તેનો મોબાઈલ મળ્યો છે અને કૉલેજની બેગ મળી નથી, તેના ચહેરા અને હાથના ભાગે ઈજાના ઇશાન છે. એટલે અમને એવું લાગી રહ્યું છે કે યુવતી સાથે કોઈક અનિચ્છનીય ઘટના બની છે.
આ સાથે જ પરિવારજનોએ એવી માગ કરી છે કે યુવતીનું બેંક એકાઉન્ટ પણ ચેક કરવામાં આવે, જેથી તેમાંથી પૈસો ઉપાડવામાં આવ્યા છે કે નહીં તેની જાણકારી મળી શકે છે.
પરિવારજનોની વાતમાં સત્ય હોય તેવું ભાસ થઇ રહ્યું છે, કારણ કે જો યુવતી સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બની હોત અને તે કોઈક કારણસર પાણીમાં તણાઈ ગઈ હોત તો મોબાઈલ તેના ખિસ્સામાં હોવો જોઇતો હતો અથવા તો બેગમાં હોવો જોઈતો હતો, તો પછી ખેતરમાંથી કઈ રીતે મળી આવ્યો? અને એ પણ તૂટેલી-ફૂટેલી હાલતમાં. સવાલ તો એ પણ ઉઠે કે પરીક્ષા આપવા નીકળેલી યુવતી ખેતરોમાં કઇ રીતે પહોંચી, તે ત્યાં શું કરવા ગઇ હશે? આ ઘટના ઘટી ત્યારે શું કોઈ તેની સાથે હતું? ખેર હવે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં સામે આવશે કે મહિલા સાથે અનિચ્છનિય ઘટના બની છે કે કેમ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp