'તથ્યકાંડ' જેવી વધુ એક ઘટના, કાર ચાલકે ૩ ટૂ-વ્હિલર્સને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત, 6 ગંભ

'તથ્યકાંડ' જેવી વધુ એક ઘટના, કાર ચાલકે ૩ ટૂ-વ્હિલર્સને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત, 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત, જુઓ વીડિયો

03/15/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

'તથ્યકાંડ' જેવી વધુ એક ઘટના, કાર ચાલકે ૩ ટૂ-વ્હિલર્સને અડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત, 6 ગંભ

Vadodara Hit and Run Case: થોડા વર્ષો અગાઉ અમદાવાદના બોપલ વિસ્તારમાં નશામાં દૂત થઈને તથ્ય પટેલ નામના શખ્સે અનેક વાહનોને અડફેટે લીધા હતા, જેમાં 9 લોકોએ જીવ ગુમાવવો પડ્યો હતો. એવી જ રીતે સંસ્કારી નગરી વડોદરાને ન શોભે તેવી જેવી ઘટના સામે આવી છે. વડોદરામાં નશેડી કાર ચાલક રક્ષિત ચૌરસિયાએ 3 ટૂ-વ્હિલર્સને અડફેટે લઇ લીધા હતા, જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયું હતું અને 6 લોકો ગંભીર રૂપે ઈજાગ્રસ્ત થયા હતા.


અકસ્માત બાદ નબીરાનો લવારો:

અકસ્માત બાદ નબીરાનો લવારો:

અકસ્માત બાદ રક્ષિત જે રીતે ચાલે છે તેના પરથી સ્પષ્ટ ખબર પડે છે કે, તે નશાની હાલતમાં છે. તે પોતાની જાતે ચાલી શકવામાં પણ સક્ષમ ન હોય તેમ લાગી રહ્યું. ૩ ટૂ-વ્હિલર્સને અડફેટે લીધા બાદ કાર રક્ષિતે કારમાંથી ઉતરીને લવારો કર્યો હતો કે, અનધર રાઉન્ડ, અનધર રાઉન્ડ, નિકિતા મેરી... ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય...' તો આ નિકિતા છે કોણ જેનું નામ રક્ષિત લઇ રહ્યો છે? અને તેણે કયો નશો કરી રાખ્યો છે, જેને કારણે આ ગંભીર અકસ્માત થયો?

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

અકસ્માત બાદ લોકોએ પકડીને તેને મેથીપાક ચખાડ્યો હતો. માહિતી મળતા જ પોલીસે ઘટનાસ્થળે પહોચીને નબીરાને કસ્ટડીમાં લીધો હતો. જે કારથી આ બનાવ બન્યો તે કાર મિત્ર પ્રાંશુ ચૌહાણની છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશના વારાણસીનો રહેવાસી છે અને એમએસ યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


આરોપી સામે માનવવધનો ગુનો દાખલ

આરોપી સામે માનવવધનો ગુનો દાખલ

આ ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી સામે માનવવધની કલમ હેઠળ ગુનો નોંધ્યો. ધરપકડ બાદ નબીરાનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તે ભોળો બનીને લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરતો હોય તેમ લાગી રહ્યું છે. તે આ ઘટના પર ખેદ વ્યક્ત કરી રહ્યો છે અને પછી તાત્કાલિક પ્રભાવથી પીડિતોને મળવાની માગ કરી હતી. તેનું નિવેદન જોતા એમ લાગે છે કે તે પોતે મનથી બોલી રહ્યો નથી. પરંતુ તેને કોઈકે આ વાત ગોખાવી છે. હવે આગળ જોવાનું એ રહેશે કે પુછપરછમાં આ મામલે શું નવો ખુલાસો થાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top