સુદાનમાં મિલિટરી પ્લેનને નડ્યો અકસ્માત, 46 લોકોના મોત, જુઓ વીડિયો

સુદાનમાં મિલિટરી પ્લેનને નડ્યો અકસ્માત, 46 લોકોના મોત, જુઓ વીડિયો

02/26/2025 World

SidhiKhabar

SidhiKhabar

સુદાનમાં મિલિટરી પ્લેનને નડ્યો અકસ્માત, 46 લોકોના મોત, જુઓ વીડિયો

Sudan military plane crashes in Omdurman: સુદાનની રાજધાની ખાર્તુમની બહાર એક સૈન્ય વિમાન ક્રેશ થઈ ગયુ હતું. આ વિમાન દુર્ઘટનામાં 46 લોકોના મોત થયા છે. સૈન્યએ મંગળવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વિમાન એરપોર્ટ પરથી ટેકઓફ કરતી વખતે ક્રેશ થયું હતું, જેમાં લશ્કરી કર્મચારીઓ અને નાગરિકોના મોત થયા હતા. આ અકસ્માતમાં અનેક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. 2 બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત નાગરિકોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા

નિવેદનમાં જણાવવામા આવ્યું છે કે, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને અગ્નિશામકો દુર્ઘટના સ્થળ પર આગને કાબૂમાં લાવવામાં સફળ રહ્યા હતા. એક સૈન્ય સૂત્રએ જણાવ્યું હતું કે એન્ટોનોવ પ્લેન ક્રેશ થવા પાછળ ટેક્નિકલ ખામી હતી. આ અકસ્માત વાડી સેઈડના એરપોર્ટ પાસે થયો હતો. મૃતદેહોને હવે ઓમદુરમનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.


અનેક મકાનોને નુકસાન થયું

અનેક મકાનોને નુકસાન થયું

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જે વિસ્તારમાં પ્લેન પડ્યું ત્યાં ઘણા મકાનોને નુકસાન થયું છે. ઉત્તરી ઓમદુરમનના રહેવાસીઓએ જણાવ્યું હતું કે પ્લેન ક્રેશ થયું હતું જેના કારણે જોરદાર વિસ્ફોટ થયો હતો અને આસપાસના ઘણા વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી.

ગયા મહિને પણ એક પ્લેન ક્રેશ થયું હતું

ગયા મહિને પણ દક્ષિણ સુદાનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ પ્લેનમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત 21 લોકો સવાર હતા. વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા. વિમાન યુનિટી ઓઇલફિલ્ડ એરપોર્ટથી ટેકઓફ કરી રાજધાની જુબા જઈ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top