નીતિશ સરકારમાં મંત્રી દીલિપ જાયસ્વાલે આપ્યું રાજીનામું, આજે થઇ શકે છે મંત્રીમંડળનું વિસ્તરણ
આ વર્ષે (2025) બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને નીતિશ સરકારે મંત્રીમંડળના વિસ્તરણની તૈયારી શરૂ કરી દીધી છે. જો સૂત્રોનું કહેવું માનીએ તો, બજેટ સત્ર પહેલા બિહારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. 6-7 નવા ચહેરાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. એવું માનવામાં આવે છે કે જે મંત્રીઓ પાસે એક કરતા વધુ વિભાગ છે તેમના વિભાગો ઘટાડવામાં આવશે.
તેમની પાસેથી વિભાગો છીનવી લેવામાં આવશે અને નવા મંત્રીઓને આપવામાં આવશે. હાલમાં ઘણા મંત્રીઓ એવા છે જેમની પાસે એક કરતા વધુ વિભાગોની જવાબદારી છે. નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા પાસે 3 વિભાગ છે. સંતોષ સુમન પાસે પણ ત્રણ વિભાગ છે. મંગલ પાંડે, નીતિશ મિશ્રા અને પ્રેમ કુમાર પાસે 2-2 વિભાગ છે.
બીજી તરફ, ભાજપના પ્રદેશ પ્રમુખ દીલિપ જાયસ્વાલએ પોતાના મંત્રી રાજીનામું આપી દીધું છે. દીલિપ જાયસ્વાલે પોતાના રાજીનામા અંગે કહ્યું કે, “ભાજપમાં એક વ્યક્તિ એક પદનો સૂત્ર છે. એટલા માટે હું આજે મારા મંત્રી પદ પરથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ મારા વિશે ચર્ચા થશે. મારા કાર્યકાળ દરમિયાન, મેં મહેસૂલ વિભાગમાં સર્વેક્ષણનું કામ શરૂ કર્યું. તે દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. અમે છતા અમારું કામ ચાલુ રાખ્યું. અમે 14 કરોડ પાના ડિજિટાઇઝ કર્યા છે.
જો સૂત્રોનું માનીએ તો, જો મંત્રીમંડળનો વિસ્તાર થાય છે, તો ઉચ્ચ જાતિમાંથી 2 મંત્રીઓ બનાવી શકાય છે. રાજપૂત અને ભૂમિહાર જાતિમાંથી 1-1 મંત્રી બનાવવાની શક્યતા છે. તો, અત્યંત પછાત વર્ગના 2 લોકોને મંત્રી બનાવી શકાય છે. તેલી જાતિમાંથી મંત્રી બનશે તે લગભગ નક્કી છે. પછાત સમુદાયમાંથી પણ મંત્રી બનાવી શકાય છે. હાલમાં બિહારમાં કેબિનેટમાં 30 મંત્રીઓ છે. કુલ 36 મંત્રી બનાવી શકાય છે. એવા સમાચાર છે કે ભાજપ ક્વોટામાંથી 3-4 નવા મંત્રીઓ અને JDU ક્વોટામાંથી 2-3 નવા મંત્રીઓ કેબિનેટમાં જોડાઈ શકે છે. ચૂંટણી છે, એટલે મંત્રીમંડળના વિસ્તરણમાં જાતિ સમીકરણનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp