BREKING: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

BREKING: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

02/26/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

BREKING: સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગી ભીષણ આગ, જુઓ વીડિયો

સુરતમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. રિંગ રોડ વિસ્તારમાં આવેલી શિવ શક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ છે. ફાયર વિભાગની 20 કરતા વધારે ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. વધુ આગ પ્રસરતા મેજર કોલ જાહેર કરાયો છે. ત્યારે ફાયર વિભાગે અલગ-અલગ ટીમ બનાવી કામગીરી શરૂ કરી છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

કાપડ માર્કેટમાં કાપડનો મોટા પ્રમાણમાં જથ્થો છે. સાથે જ પોલિસ્ટર કાપડ પણ છે. પોલિસ્ટર કપડું પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે. આવામાં આગ વધુ વિકરાળ બની છે. આ ઘટનામાં ખૂબ જ મોટા નુકસાનની ભીતી સેવાઈ રહી છે.


એક વ્યક્તિનું મોત

એક વ્યક્તિનું મોત

માર્કેટમાં લાગેલી આગમાં સૌથી મોટી ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ફાયર સિસ્ટમ છે પરંતુ ચાલુ ન હોવાથી અનેક સવાલ ઉભા થયા છે. પ્રાથમિક તબક્કે AC કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. બેઝમેન્ટમાં આવેલી 4-5 દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગના લીધે ધુમાડાના ગોટેગોળા નીકળી રહ્યા હતા. ધુમાડામાં ગુંગળામણને કારણે એક વ્યક્તિનું મોત થઇ ગયું છે.

ગઇ કાલે પણ ટેક્સટાઈલ માર્કેટ આગ  લાગી હતી. ત્યારબાદ પોલીસે આ માર્કેટને સીલ કરી દેવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, માર્કેટમાં 1500 કરતા વધુ દુકાનો આવેલી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top