રક્ષક જ ભક્ષક બન્યો, રેપ પીડિતાએ મદદ માગી તો પોલીસકર્મીએ જ દુષ્કર્મ આચર્યું
કર્ણાટકમાં બળાત્કારના આરોપમાં એક પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપ છે કે આ પોલીસકર્મીએ એક સગીર રેપ પીડિતા પર બળાત્કાર કર્યો હતો. આરોપી પોલીસકર્મીએ કથિત રીતે સગીરાને મદદ કરવાના બહાને બેંગ્લોરની એક હોટલમાં બોલાવી હતી. જ્યાં તેણે આ ઘટનાને અંજામ આપ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ, આરોપી પોલીસકર્મીની ઓળખ અરુણ થોનેપા તરીકે થઈ છે. તે બોમનહલ્લી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. વાસ્તવમાં, 17 વર્ષીય સગીરાની વિકી નામના છોકરા સાથે દોસ્તી થઈ. આરોપ છે કે વિક્કીએ લગ્નનું ખોટું વચન આપ્યું અને પછી તેની સાથે બળાત્કાર કર્યો. વિકીએ કથિત રીતે સગીરા સાથે મારામારી પણ કરી હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે સગીર રેપ પીડિતાની માતાએ બોમ્મનહલ્લી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ ત્યાં હાજર પોલીસકર્મી અરુણ થોનેપા અને આરોપી વિકી પહેલાથી જ મિત્રો હતા. બાદમાં કોન્સ્ટેબલ અરુણે સગીરાની માતાને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી અને તેને નોકરી અપાવવાનું પણ વચન આપ્યું હતું. ત્યારબાદ તેણે સગીરાને હોટલમાં બોલાવી. આરોપો અનુસાર, અરુણે દારૂની બોટલમાં નશીલો પદાર્થ ભેળવ્યો અને સગીરાને તે પીવા માટે દબાણ કર્યું. ત્યારબાદ અરુણે ફરી સગીરા પર બળાત્કાર કર્યો.
આ ઉપરાંત તેણે તેને ધમકી પણ આપી હતી કે જો તે આ અંગે કોઈને કંઈ કહેશે તો તે પ્રાઈવેટ વીડિયો પણ સાર્વજનિક કરી દેશે. હવે પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે અરુણ અને વિકી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમની વિરુદ્ધ POCSO એક્ટ સહિત ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં પણ મોકલી દેવામાં આવ્યા છે.
હાલમાં જ ઉત્તર પ્રદેશના મૈનપુરીથી બળાત્કાર સાથે જોડાયેલી એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી હતી. હકીકતમાં, જે વ્યક્તિ તેની પત્નીના અપહરણ અને કથિત ગેંગરેપ કેસનો સાક્ષી હતો તેને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. પરિવારજનોએ તેના કપડાના આધારે મૃતકની ઓળખ કરી છે. મૃતકના પિતાએ આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. આ ઘટના મૈનપુરીના બિછવાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp