ફરી ચીન પર ભારે પડ્યું ભારત, વિદેશની ભવિષ્યવાણી- ભારતનું ભવિષ્ય સારું રહેશે, ચીનને લઇને શું કહે

ફરી ચીન પર ભારે પડ્યું ભારત, વિદેશની ભવિષ્યવાણી- ભારતનું ભવિષ્ય સારું રહેશે, ચીનને લઇને શું કહેવાયું

09/25/2024 Business

SidhiKhabar

SidhiKhabar

ફરી ચીન પર ભારે પડ્યું ભારત, વિદેશની ભવિષ્યવાણી- ભારતનું ભવિષ્ય સારું રહેશે, ચીનને લઇને શું કહે

મૂડીઝ એનાલિટિક્સે ભારતનો 2024 GDP વૃદ્ધિ દર વધારીને 7.1% કર્યો છે, જે અગાઉના 6.8%ના અંદાજ કરતાં વધુ છે. 24 સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવેલા એશિયા પેસિફિક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા 2025માં 6.5 ટકાના દરે વૃદ્ધિ પામે તેવી શક્યતા છે અને 2026માં આ વૃદ્ધિ દર 6.6% સુધી રહી શકે છે. બીજી તરફ, ચીનનો વિકાસ દર 4.9% થી ઘટીને 4.7% થવાની ધારણા છે, જ્યારે 24 સપ્ટેમ્બરના રોજ ચીનની સેન્ટ્રલ બેંકે અર્થતંત્રને વેગ આપવા માટે ઘણા પગલાંની જાહેરાત કરી હતી.

જૂનમાં જાહેર કરાયેલા રિપોર્ટમાં એજન્સીએ અનુમાન લગાવ્યું હતું કે ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 2026માં ધીમો પડીને 6.2% થઈ શકે છે, પરંતુ હવે આ વૃદ્ધિને વધુ સારી ગણાવવામાં આવી છે. મૂડીઝ એનાલિટિક્સ અનુસાર, કોવિડ પછીની રિકવરી પ્રક્રિયામાં 2023માં ભારતની GDP 7.8%ના દરે વૃદ્ધિ પામશે. જો કે, ત્યારબાદ આ વૃદ્ધિ થોડી ઓછી થઇને 2024માં 7.1% અને 2025 માં 6.5% રહેવાની સંભાવના છે.


મોંઘવારી પણ ઘટવાની શક્યતા છે

મોંઘવારી પણ ઘટવાની શક્યતા છે

ફુગાવાના સંદર્ભમાં, મૂડીઝે ભારત માટે વધુ સારા પરિણામોની આગાહી કરી છે. તેમણે 2024 માટે ફુગાવાનું અનુમાન 5% થી ઘટાડીને 4.7% કર્યું છે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારતનો મોંઘવારી દર 4%ની નીચે રહ્યો હતો. 2025 અને 2026 માટે ફુગાવાનો અંદાજ અનુક્રમે 4.5% અને 4.1% પર સ્થિર રાખવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ FY25માં ફુગાવો ઘટીને 4.5% થવાની ધારણા વ્યક્ત કરી છે.


તો શું RBI દરોમાં ઘટાડો કરશે?

તો શું RBI દરોમાં ઘટાડો કરશે?

તાજેતરમાં જ થયેલા મનીકંટ્રોલ પોલ અનુસાર, એવી સંભાવના છે કે RBI આગામી બેઠકમાં વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પ્રથમ વખત વ્યાજદરમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો થવાની શક્યતા છે. તમને જણાવી દઈએ કે યુએસ ફેડરલ રિઝર્વે તાજેતરમાં મંદીની ચિંતાઓને દૂર કરવા માટે વ્યાજ દરમાં 50 બીપીએસનો ઘટાડો કર્યો છે. મૂડીઝે એશિયા પેસિફિક ક્ષેત્ર માટે 2025ના વિકાસ દરની અનુમાનને 3.9% થી વધારીને 4% કર્યો છે. આ ક્ષેત્રની અર્થવ્યવસ્થાઓ 2024માં 3.9% નો વિકાસ દર નોંધાવે તેવી અપેક્ષા છે.

મૂડીઝે જણાવ્યું હતું કે "નિકાસ આ પ્રદેશ માટે મુખ્ય ચાલક બની રહ્યો છે, પરંતુ તેની વૃદ્ધિ અસ્થિર આધાર પર છે. ચિપ્સ જેવી મોટી નિકાસની માંગ ઘટી રહી છે. વસ્તુઓની વૈશ્વિક માંગ નબળી રહી છે અને ચીનની નીતિઓ દ્વારા સંચાલિત નિકાસ વૃદ્ધિએ અન્ય દેશોમાં સંરક્ષણવાદને પ્રોત્સાહન આપ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top