હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતા 7ના મોત

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતા 7ના મોત

09/25/2024 Gujarat

Parimal Chaudhari

Parimal Chaudhari
Author

હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક સાથે કાર અથડાતા 7ના મોત

હિંમતનગરમાં બુધવારે સવારે ગમખ્વાર રોડ અકસ્માત સર્જાયો હતો. શામળાજી-અમદાવાદ કારમાં જતા પરિવારને પાછળથી આવતી ટ્રકે કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં કારના ટુકડા થઈ ગયા હતા, જ્યારે અંદર બેઠા 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ શબોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા. પોલીસે અકસ્માતના કારણની તપાસ શરૂ કરી દીધી છે. આ અકસ્માત સાબરકાંઠાના હિંમતનગરની સહકારી જીન પાસે સર્જાયો હતો.


ટ્રક પાછળ ધડાકભેર ઘૂસી કાર

ટ્રક પાછળ ધડાકભેર ઘૂસી કાર

શામળાજીથી કાર અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે  હિંમતનગર સહકારી જિન મોડાસા કડવા પાટીદાર સમાજવાડી પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ ટ્રક પાછળ કાર ધડાકભેર ઘૂસી ગઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થઇ ગયા હતા અને એકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાનને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના એટલી ભયાનક હતી કે કારના ફૂરચેફૂરા ઉડી ગયા હતા.


શબો કારમાં ફસાઇ ગયા હતા

શબો કારમાં ફસાઇ ગયા હતા

તમામ શબ કારમાં ફસાઈ ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ શબોને બહાર કાઢવા માટે કારના પતરા કાપ્યા હતા. લગભગ દોઢ-બે કલાકના રેસ્કયૂ બાદ શબોને બહાર કાઢવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા મૃતકોની ઓળખ માટે તપાસ કરવામાં આવી રહી છે. કારમાં સવાર લોકો ક્યાંના હતા, તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો પોલીસે આ અકસ્માતને લઇને ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top