ગોઝોરો રોડ અકસ્માત, રિક્ષા પર ચડી ટ્રક; 7 લોકોના મોત

ગોઝોરો રોડ અકસ્માત, રિક્ષા પર ચડી ટ્રક; 7 લોકોના મોત

09/25/2024 National

SidhiKhabar

SidhiKhabar

ગોઝોરો રોડ અકસ્માત, રિક્ષા પર ચડી ટ્રક; 7 લોકોના મોત

મધ્યપ્રદેશના દમોહમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક પૂરપાટ ઝડપે જતા ટ્રકે ઓટોને અડફેટે લેતા આ ઓટોમાં મુસાફરી કરી રહેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ઓટોમાં 10 લોકો સવાર હતા. આ અકસ્માત દેહાત પોલીસ સ્ટેશનના સમન્ના પાસે થયો હતો. જિલ્લાના બંદકપુર તરફ આવી રહેલી ઓટોને દમોહ તરફથી આવી રહેલા એક ટ્રકે ટક્કર મારી હતી. ઓટોમાં મુસાફરી કરી રહેલા પરિવારના સભ્યો બંદકપુર દર્શન કરવા જઈ રહ્યા હતા, ત્યારે જ સામેથી આવી રહેલા એક લોડર ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. ઇજાગ્રસ્તોને રેસ્ક્યૂ કરીને જિલ્લા હોસ્પિટલમાં લાઇ જવામાં આવ્યા છે.

દમોહના કલેક્ટર સુધીર કોચરના જણાવ્યા અનુસાર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે જ્યારે 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે, જેમાંથી 2ને જબલપુર રિફર કરવામાં આવ્યા છે. એસ.પી. શ્રુત કીર્તિ સોમવંશીએ જણાવ્યું કે અકસ્માત ખૂબ જ ભયાનક હતો અને અકસ્માતની તપાસ હજુ ચાલુ છે. દુર્ઘટનાની માહિતી મળતા જ દમોહના સાંસદ રાહુલ લોધી પણ જિલ્લા હોસ્પિટલ પહોંચ્યા હતા. દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે તેઓ સરકાર અને વહીવટીતંત્રના સંપર્કમાં છે અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.


બંને વાહનોના ઉડ્યા ફૂરચેફૂરચા

બંને વાહનોના ઉડ્યા ફૂરચેફૂરચા

અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના ટુકડા થઈ ગયા હતા. રસ્તા પર દૂર-દૂર સુધી લોહી વેરાયેલું હતું. ટ્રક ઓટો સાથે અથડાતાં જ તેનો આગળનો ભાગ ટ્રકમાં ફસાઈ ગયો હતો. ટ્રકમાં ફસાયેલા ઓટોમાંથી મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવા માટે જેસીબી બોલાવવી પડી હતી. અકસ્માતમાં જીવ ગુમાવનારા સાત લોકોમાંથી પાંચ એક જ પરિવારના છે. પરિવારના સભ્યો બંદકપુરમાં મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની ઓટોને ટક્કર મારી હતી. અકસ્માતમાં ઓટો ચાલકનું પણ મોત થઇ ગયું છે. મૃતકોના સ્વજનો હૉસ્પિટલ ખાતે ઉમટી પડ્યા છે. તમામ લોકો દમોહ શહેરના શોભા નગરના રહેવાસી હતા.


ટ્રક ચાલક પોલીસ કસ્ટડીમાં

ટ્રક ચાલક પોલીસ કસ્ટડીમાં

પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. પોલીસ તપાસ અનુસાર, બક્સવાહ છતરપુરનો રહેવાસી 22 વર્ષીય ડ્રાઈવર નીરજ સિંહ લોધી દારૂના નશામાં હતો. તેને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે ત્યારબાદ એ વાતની પુષ્ટિ થશે કે તે અકસ્માત સમયે નશામાં હતો કે નહીં. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં 12 વર્ષની સાક્ષીના પિતા રાજેશ ગુપ્તા, હીરાલાલ ગુપ્તા, 50 વર્ષીય રાકેશ ગુપ્તાના પિતા રામ ચરણ ગુપ્તા, ગાયત્રી ગુપ્તા, 40 વર્ષીય આલોક ગુપ્તા, 13 વર્ષીય શિવ ગુપ્તા અને 5 વર્ષીય મહેન્દ્ર ગુપ્તાનો સમાવેશ થાય છે. સીએમ મોહન યાદવે દમોહમાં થયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે અને વળતરની જાહેરાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાના નિર્દેશ આપ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top