કોલ્ડ કોફી કડવી લાગી તો વેઇટરે નાખી દીધી ખાંડ, પીધા બાદ ગ્લાસ જોઇને ઉડ્યા હોશ; FIR નોંધાઇ
મુંબઇના એક કાફેમાં કોલ્ડ કોફીમાં વંદો મળી આવ્યા બાદ કાફેના માલિક વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. શખ્સની ફરિયાદ બાદ પોલીસે કેસ નોંધીને ઘટનાની તપાસ શરૂ કરી છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ફરિયાદી ઇવેન્ટ મેનેજમેન્ટ બિઝનેસનો માલિક છે. તે શુક્રવારે એક મિત્ર સાથે ન્યૂ લિંક રોડ સ્થિત કાફેમાં ગયો હતો. બંને મિત્રો કાફે પહોંચ્યા અને કોલ્ડ કોફીનો ઓર્ડર આપ્યો. પોલીસને આપેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે કોફી ખૂબ જ કડવી હતી અને તેણે વેઇટરને ફરિયાદ કરી, ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરી દેવામાં આવી.
જ્યારે ફરિયાદી કોફી પૂરી કરવાનો જ હતો, ત્યારે જ તેને ગ્લાસ નીચે કંઇક મળ્યું. તેને સમજાયું કે તે એક વંદો છે અને તેણે તેનો ફોટો લીઇ લીધો. તેણે કાફેના સ્ટાફને ઘટના અંગે જાણ કરી હતી. સ્ટાફે સ્પષ્ટતા આપી કે કોફી શેકરમાં બનાવવામાં આવી હતી અને તેમાં વંદો પ્રવેશે તેવી કોઇ જગ્યા નથી. જો કે, વ્યક્તિએ આ અંગે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેણે કાફેના સ્ટાફની બેદરકારીના કારણે તેના પેયમાં ભેળસેળ કરવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp