ગુજરાતમાં 'પુષ્પા' સ્ટાઇલમાં થતી હતી લાકડાંઓની ચોરી, આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

ગુજરાતમાં 'પુષ્પા' સ્ટાઇલમાં થતી હતી લાકડાંઓની ચોરી, આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

01/13/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગુજરાતમાં 'પુષ્પા' સ્ટાઇલમાં થતી હતી લાકડાંઓની ચોરી, આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

Gujarat Khair Wood Smuggling in ‘Pushpa’ Style: ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલના લાકડાની ચોરી અને તસ્કરીના કેસમાં એક મોટો ખુલાસો થયો છે. આ લાકડાના તસ્કરોની લિંક આંતરરાષ્ટ્રીય સ્તર સુધીની છે. ગુજરાતના વનમંત્રી મુકેશ પટેલે આ આંતરરાષ્ટ્રીય લાકડાની તસ્કરી અંગે માહિતી આપી છે. નવાઈની વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય લાકડાની તસ્કરીની કહાની સુપરસ્ટાર અલ્લૂ અર્જૂનની હિટ ફિલ્મ 'પુષ્પા-2' જેવી જ છે. ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે તેનું નેટવર્ક આંતરરાષ્ટ્રીય સ્તર સુધીનું છે.


'ખેર'ના લાકડાની તસ્કરી

'ખેર'ના લાકડાની તસ્કરી

14 જૂન, 2024ના રોજ, માંડવી દક્ષિણ રેન્જ દ્વારા 'ખેર'ના લાકડાની તસ્કરી કરતો એક ટ્રક પકડાયો હતો. જેના આધારે, વ્યારા અને સુરતના વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા 17 જૂન 2024ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર સ્થિત શાલીમાર એન્ટરપ્રાઇઝ ડેપો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન, 2055 મેટ્રિક ટન માલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અક્લાક્કુવા ડેપોમાંથી મોટી માત્રામાં લાકડાં મળી આવ્યા હતા. જેમાં અલીરાજપુર અને અકલક્કુવા વચ્ચે 4 કરોડ રૂપિયાથી વધુના ટર્નઓવરના નાણાકીય વ્યવહારોની યાદી મળી આવી હતી. આ ગુનાના એક આરોપીના મોબાઈલ ફોનમાંથી 20 રૂપિયાની નોટના ટૂકડાનો ફોટો મળી આવ્યો હતો. જેમાં હવાલા કૌભાંડનો ખુલાસો થયો હતો, તેને લઇને EDને ફરિયાદ કરવામાં આવી હતી.


આ રાજ્યોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા

આ રાજ્યોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા

EDએ ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હી સહિતના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. મહારાષ્ટ્રના અકલક્કુવા અને મધ્યપ્રદેશના અલીરાજપુરમાં શાલીમાર એન્ટરપ્રાઇઝ નામના ડેપોનું નામ સામે આવ્યું. આ ગુનાના મુખ્ય આરોપી મુસ્તાક એડમ તાસિયાની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી હતી.

આ દરમિયાન, મહારાષ્ટ્રના ચિતલિકામાં સચિન કથા ફેક્ટરી અને વિક્રાંત કથા ફેક્ટરી જેવા ગેરકાયદેસર કારખાનાઓ મળી આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન, એ વાત સામે આવી છે કે હરિયાણાના કરનાલમાં શુભ કથા ફેક્ટરી અને સોનીપતમાં એસ.કે. એન્ટરપ્રાઇઝ કથા ફેક્ટરીમાંથી સારી ગુણવત્તાનું લાકડું લઈ રહ્યા હતા. ત્યારબાદ, કત્થા ફેક્ટરીમાંથી કથા બિસ્કિટ બનાવીને વિદેશી બજારોમાં સપ્લાય કરવામાં આવતી હતી. તેથી માલિકોને નોટિસ આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top