Mahakumbh 2025: ગુજરાતથી મહાકુંભમાં જતા શ્રદ્વાળુઓને નડ્યો અકસ્માત, 6 ઇજાગ્રસ્ત, ડ્રાઇવરનું મોત
Road Accident: આજથી હિન્દુ મહાપર્વ સમાન મહાકુંભ ૨૦૨૫ની શરૂઆત થઇ ગઇ છે. અત્યાર સુધી ૬૦ લાખથી વધુ લોકોએ ત્રિવેણી સંગમ પર શાહી સ્નાન કરી લીધું છે. આજથી શરૂ થયેલા મહાકુંભમાં દેશ-વિદેશથી શ્રદ્વાળુઓ ઊમટી રહ્યા છે. ગઇ કાલે જ મહાકુંભ માટે સુરતથી ટ્રેન રવાના કરવામાં આવી હતી. સુરતથી શ્રદ્વાળુઓને લઇ જતી ટ્રેન પર મહારાષ્ટ્રના જલગાંવ પાસે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. હવે આજે મહાકુંભમાં જતા ગુજરાતના શ્રદ્વાલુંઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મહાકુંભ સ્નાન માટે પ્રયાગરાજ જઇ રહેલા ગુજરાતના શ્રદ્ધાળુઓથી ભરેલી એક ઇનોવા કાર ટ્રેલર સાથે અથડાઇ ગઇ. આ અકસ્માતમાં ડ્રાઇવરનું મોત થઇ ગયું હતું, જ્યારે એક મહિલા અને એક બાળક સહિત 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. પોલીસે ઇનોવા કારના ડ્રાઇવરના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યો છે.
મહાકુંભમાં છેલ્લા 2 દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટએટેક આવ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે. મેળા દરમિયાન પરેડ ગ્રાઉન્ડમાં ખુલેલી સેન્ટ્રલ હૉસ્પિટલમાં 6 દર્દીઓને લઇ જવવામાં આવ્યા હતા અને સેક્ટર-20 સ્થિત સબ-સેન્ટર હૉસ્પિટલમાં 5 દર્દીઓને લઇ જવામાં આવ્યા હતા. બંને હૉસ્પિટલમાં સારવાર બાદ 9 દર્દીઓ સ્વસ્થ થયા અને તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે. 2 દર્દીઓની હાલત ગંભીર હોવાને કારણે તેમને SRN હૉસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. રવિવારે મેળા દરમિયાન ખુલેલા સેન્ટ્રલ હોસ્પિટલના 10 બેડના ICU વોર્ડ હાર્ટએટેકના દર્દીઓથી ભરેલો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp