સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રેલેવે કોલોનીની પાણીની ટાંકીમાં પડી જતા 8 વર્ષીય છોકરાનુ

સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રેલેવે કોલોનીની પાણીની ટાંકીમાં પડી જતા 8 વર્ષીય છોકરાનું મોત

01/13/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો! રેલેવે કોલોનીની પાણીની ટાંકીમાં પડી જતા 8 વર્ષીય છોકરાનુ

Surat: સુરતથી વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઇટ પર પાણીની ટાંકીમાં પડી જવાથી એક માસૂમ બાળકનું મોત થઇ ગયું છે. આ મામલે બાળકના પરિવારે ઉધના રેલવે તંત્ર પર બેદરકારી રાખવાનો આરોપ લગાવ્યો છે. ઉધના રેલવે પોલીસે હાલ અક્સ્માતે મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી મુજબ, મૂળ બિહારના રહેવાસી અને લીંબાયત સરદાર નગરમાં રહેતા મોહમ્મદ આલમ શેખનો 8 વર્ષનો દીકરો ઇબાદુલ્લાહ ત્રીજા ધોરણમાં ભણતો હતો. તે રવિવારે બપોરે મિત્રો સાથે રમવા નીકળ્યો હતો. આ દરમિયાન ઉધના રેલવે કોલોની પાસે કોન્ક્રિટ પ્લાન્ટમાં પાણી ભરેલી ખુલ્લી ટાંકીમાં બાળક પડી ગયો હતો, જેના કારણે તેનું મોત થઇ ગયું હતું. કોઈક વ્યક્તિએ તેને ટાંકીમાંથી બહાર કાઢ્યો હતો અને 108 માર્ફતે હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો, પરંતુ હૉસ્પિટલના ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top