Mahakumbh 2025: ચિત્રા ત્રિપાઠીએ એવું તો શું પૂછી લીધું કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

Mahakumbh 2025: ચિત્રા ત્રિપાઠીએ એવું તો શું પૂછી લીધું કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ થઇ ગય ગુસ્સે?

01/13/2025 National

SidhiKhabar

SidhiKhabar

Mahakumbh 2025: ચિત્રા ત્રિપાઠીએ એવું તો શું પૂછી લીધું કે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ

Shankaracharya Avimukteshwaranand got angry on Chitra Tripathi during Interview: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી એટલે કે આજથી 25 જાન્યુઆરી સુધી મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસો અગાઉ, ઓલ ઈન્ડિયા મુસ્લિમ જમાતના પ્રમુખ મૌલાના શહાબુદ્દીન રઝવી બરેલવીએ દાવો કર્યો છે કે જે જમીન પર મહાકુંભ યોજાઈ રહ્યો છે તેમાંથી 55 વીઘા જમીન વક્ફ બોર્ડની છે. આ નિવેદન બાદ ભારે હોબાળો થયો અને આરોપો અને પ્રતિ-આરોપો લાગ્યા. જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે.


આપણે એકતા અને ભાઇચારાને પ્રોત્સાહવ આપવું જોઇએ

આપણે એકતા અને ભાઇચારાને પ્રોત્સાહવ આપવું જોઇએ

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે જો વક્ફ બોર્ડ સાબિત કરે કે આ મિલકત તેની છે તો અમે તેમને જમીન પરત અપાવી દઇશું. તેમણે સ્પષ્ટ કર્યું કે સનાતન ધર્મ ન માત્ર ભારતનો સાંસ્કૃતિક વારસો છે, પરંતુ તે સમગ્ર વિશ્વ માટે જીવનના સાચા માર્ગનું પ્રતિક પણ છે. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એમ પણ કહ્યું કે આવા પ્રશ્નો ધર્મ વિશે ભ્રમ ફેલાવવા અને સમાજને વિભાજીત કરવાનો પ્રયાસ કરવાના હેતુથી પૂછવામાં આવે છે. તેમનું માનવું હતું કે સનાતન ધર્મ અંગે કોઈ વિવાદ ન હોવો જોઈએ, કારણ કે તે એક શાશ્વત અને વ્યાપક સત્ય છે. સ્વામીજીએ ભાર મૂક્યો કે આવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, આપણે સમાજમાં એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top