હવે IPLના ખેલાડીઓની ખેર નહીં, મેદાન પર ઝગડો કરશે તો મળશે આકરી સજા

હવે IPLના ખેલાડીઓની ખેર નહીં, મેદાન પર ઝગડો કરશે તો મળશે આકરી સજા

01/13/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

હવે IPLના ખેલાડીઓની ખેર નહીં, મેદાન પર ઝગડો કરશે તો મળશે આકરી સજા

IPL undergoes major structural change: IPL 2025 મેગા ઓક્શન બાદ, હવે ચાહકો લીગ મેચોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થવાની ધારણા છે. જોકે, BCCIના ઉપાધ્યક્ષ અને ભૂતપૂર્વ IPLના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે તે 23 માર્ચથી પણ શરૂ થઈ શકે છે. તો, મહિલા પ્રીમિયર લીગ (WPL) 4 અલગ-અલગ શહેરોમાં આયોજિત કરવામાં આવશે. IPL શરૂ થાય તે પહેલા, મેદાન પર ખેલાડીઓની શિસ્ત સંબંધિત ઘણા નિયમો કડક કરવામાં આવ્યા છે.


શિસ્ત ભંગ બદલ ખેલાડીઓને શું સજા થશે?

શિસ્ત ભંગ બદલ ખેલાડીઓને શું સજા થશે?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પોતાની 2025 સીઝનમાં મેદાન પર ખેલાડીઓની શિસ્ત અંગે ખૂબ જ કડક બની ગઈ છે. હવે IPLમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ની આચારસંહિતાનું પાલન કરવામાં આવશે. રવિવારે યોજાયેલી ગવર્નિંગ કાઉન્સિલ (GC)ની બેઠકમાં આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. આ અંતર્ગત, ખેલાડીઓને લેવલ 1, 2 અને 3ના ઉલ્લંઘન માટે ICC નિયમો અનુસાર સજા કરવામાં આવશે.

ગવર્નિંગ કાઉન્સિલના એક સભ્યએ જણાવ્યું હતું કે, "હવેથી, IPLમાં ICC ની T20 આંતરરાષ્ટ્રીય રમતની શરતોનું પાલન કરવામાં આવશે. પહેલા લીગના પોતાના નિયમો હતા, પરંતુ હવે ICC દ્વારા નક્કી કરાયેલ આચારસંહિતા લાગૂ કરવામાં આવશે."


ગત સીઝનમાં થયેલા વિવાદો

ગત સીઝનમાં થયેલા વિવાદો

ગત સીઝનમાં, 10 ખેલાડીઓ પર આચારસંહિતાના ઉલ્લંઘન બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. બહું ચર્ચિત મામલો કોલકાતા નાઈટ રાઈડર્સના બૉલર હર્ષિત રાણાનો હતો. તેણે સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન મયંક અગ્રવાલને આઉટ કર્યા બાદ ફ્લાઇંગ કિસ આપીને નિયમોનો ભંગ કર્યો. આ માટે તેને તેની મેચ ફીનો 60% દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ ઉપરાંત, હર્ષિતે દિલ્હી કેપિટલ્સ સામે પણ ઉલ્લંઘન કર્યું હતું, જેમાં તેના સેલિબ્રેશનને "ખૂબ આક્રમક" માનવામાં આવી હતી. આ માટે તેને તેની મેચ ફીના 100% દંડ ફટકારવામાં આવ્યો હતો અને આગામી મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ છતા, હર્ષિત આ IPL 2024 માં અનકેપ્ડ બોલરોમાં સૌથી વધુ વિકેટ લેનારો બૉલર બન્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top