Delhi Assembly Polls 2025: શું અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી નહીં લડી શકે? ફસાઇ ગયો આ પેંચ; કેજરીવાલ

Delhi Assembly Polls 2025: શું અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી નહીં લડી શકે? ફસાઇ ગયો આ પેંચ; કેજરીવાલ ચૂંટણી પંચ જશે

01/13/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Delhi Assembly Polls 2025: શું અવધ ઓઝા પટપડગંજથી ચૂંટણી નહીં લડી શકે? ફસાઇ ગયો આ પેંચ; કેજરીવાલ

Awadh Ojha: પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે અમારા ઉમેદવાર અવધ ઓઝાને ચૂંટણી લડતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે અમારા પટપડગંજના ઉમેદવાર અવધ ઓઝાનો ગ્રેટર નોઈડામાં મત નોંધાયેલ હતો. તેમણે 26 ડિસેમ્બરે ગ્રેટર નોઈડામાં પોતાનો મત રદ કરાવવા માટે અરજી કરી હતી પરંતુ તેમને ત્યાંથી કોઈ જવાબ મળ્યો નહોતો. જેના પર તેમણે 7 જાન્યુઆરીએ પોતાનો મત દિલ્હી ટ્રાન્સફર કરવા માટે અરજી કરી.

આજ દિવસે ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ હતી. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ અગાઉ આદેશ જાહેર કર્યો હતો કે મતદાન માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી છે. પરંતુ તેના એક દિવસ બાદ, એક નવો આદેશ જાહેર કરવામાં આવ્યો જેમાં તેમણે કહ્યું કે છેલ્લી તારીખ 7 નહીં, પણ 6ઠ્ઠી જાન્યુઆરી છે. આ કેમ કરવામાં આવ્યું, તે કાયદાની અંતર્ગત નથી. એવું લાગે છે કે અવધ ઓઝાને રોકવા માટે એમ કરવામાં આવ્યું છે.

કેજરીવાલે કહ્યું કે એવું લાગે છે કે કોઈ ષડયંત્ર રચાઈ રહ્યું છે, દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ બીજો આદેશ કેમ આપવો પડ્યો? આ અંગે, અમે આજે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને મળીશું અને તેમને તેમના આદેશ પર પુનર્વિચાર કરવા વિનંતી કરીશું. તો, બીજો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઘણા સાંસદો અને કેન્દ્રીય મંત્રીઓના મત બનાવવા માટે મોટા પાયે અરજીઓ કરવામાં આવી છે. આ અંગે પણ, આજે અમે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને મળીશું અને તેમની સાથે વાત કરીશું.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

અરવિંદ કેજરીવાલે આખો મામલો સમજાવતા કહ્યું કે, 'અવધ ઓઝાનો મત ગ્રેટર નોઇડામાં હતું. દિલ્હીમાં વોટ બનાવવા માટે 26 ડિસેમ્બરે ફોર્મ ભરીને અરજી આપી દીધી. તેમને કોઈ જવાબ ન મળ્યો. પછી તેમને ખબર પડી કે વૉટ ટ્રાન્સફર માટે તેમણે ફોર્મ 6 નહી ફાર્મ 8 ભરવું પડશે. તેમણે 7 જાન્યુઆરીએ ફોર્મ 8 ભરી દીધું. કાયદા મુજબ, ફોર્મ ભરવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી હતી. ચૂંટણી પંચના મેન્યુઅલ મુજબ, નોમિનેશનની અંતિમ તારીખથી 10 દિવસ અગાઉ એટલે કે ફોર્મ 6, ફોર્મ 7 અને ફોર્મ 8 ભરી શકાય છે. એ હિસાબે ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 7 જાન્યુઆરી હતી. દિલ્હીના CEOએ પણ તેને લઈને ઓર્ડર કાઢ્યો હતો, પરંતુ 24 કલાકની અંદર એ ઓર્ડર પલટી દીધો અને કહેવામાં આવ્યું કે ફોર્મ જમા કરવાની અંતિમ તારીખ 7 નહી 6 જાન્યુઆરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top