કોલકાતા રેપ કેસમાં મોટો ખુલાસો, RG કર મેડિકલ કૉલેજના ડૉક્ટરનો મોટો દાવો- ક્રાઇમ સીન..
કોલકાતાની આરજી કર મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે થયેલી હેવાનિયત પર મોટો ખુલાસો થયો છે. જે રાત્રે પીડિતા સાથે બળાત્કાર-હત્યાની ઘટના બની, એ સમયે તૈનાત તબીબે ક્રાઇમ સીન સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. ઇમરજન્સી ડ્યૂટી પર તૈનાત ડૉક્ટરે કોલકાતા પોલીસ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે પોલીસ ખોટું બોલી રહી છે. મેડિકલ વોર્ડમાં કોઇ SOPનું પાલન કરવામાં આવ્યું નહોતું.
એબીપી ન્યૂઝ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં એ રાત્રે ઇમરજન્સી ડ્યૂટી પરના ડૉક્ટરે મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે, પોલીસ ખોટું બોલી રહી છે. ઇમરજન્સી મેડિકલ વોર્ડમાં SOPનું પાલન કરવામાં આવ્યું નહોતું, જેના કારણે મોતના સમય અને પોસ્ટમોર્ટમ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. વાયરલ વીડિયોમાં જે લોકોને બતાવવામાં આવ્યા છે તેઓ ક્રાઇમ સીન સાથે સંબંધિત લોકો નથી, તેમ છતાં તેમને ત્યાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી, જેનાથી પુરાવા સાથે છેડછાડની શક્યતા વધી ગઇ હતી.
ડૉક્ટરે કહ્યું કે, "આરજી કર મેડિકલ કૉલેજમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું, જ્યારે આંદોલન અને પારદર્શિતાની માંગ વચ્ચે તે કોઇ અન્ય મેડિકલ કૉલેજમાં થવું જોઇતું હતું. પોલીસ કોર્ડન અને વાયરલ વીડિયોની અસંગતતાએ શંકા ઊભી કરી હતી કે ક્રાઇમ સીન સાથે છેડછાડ થઇ હોય શકે છે. આરજી કર મેડિકલ કૉલેજ ડૉક્ટરોના પ્રદર્શનનો ગઢ રહી છે. પૂર્વ પ્રિન્સિપાલ ડૉ.સંદીપ ઘોષની ભૂમિકાને લઇને પણ સવાલો ઉઠી રહ્યા હતા.
સોમવારે (2 સપ્ટેમ્બર) CBIએ RG કર મેડિકલ કૉલેજમાં નાણાકીય ગેરરીતિઓમાં સંડોવણી બદલ પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની ધરપકડ કરી હતી. તેની સાથે અન્ય 3 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ અન્ય 3 લોકો, સુરક્ષા કર્મચારી અફસાર અલી અને હૉસ્પિટલના વિક્રેતા બિપ્લવ સિંઘા અને સુમન હજારા છે, જેઓ હૉસ્પિટલમાં વસ્તુઓની સપ્લાય કરતા હતા. સંદીપ ઘોષની ધરપકડના એક કલાકમાં જ CBI અધિકારીઓએ વધુ 3 ધરપકડ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp