હૉસ્પિટલમાં દર્દીના પરિવારજન પર ગુસ્સે થયા કલેક્ટર, કહ્યું- 'ચૂપ બે, બેવકૂફ તને..
મધ્યપ્રદેશના ભીંડથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જિલ્લા હૉસ્પિટલમાં ઓચિંતું નિરીક્ષણ કરવા પહોંચેલા કલેક્ટર એક દર્દીના પરિવારજન પર ગુસ્સે થઇ ગયા હતા અને તેમનો ક્લાસ લઇ લીધો. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં કલેક્ટર દર્દીના પરિવારજન પર ગુસ્સો કરતા જોવા મળી રહ્યા છે.
શનિવારે બપોરે 12 વાગ્યે કલેક્ટર જિલ્લા હૉસ્પિટલની OPDમાં પહોંચ્યા હતા. OPDમાં મોટાભાગના ડૉક્ટરોના રૂમ ખાલી જોવા મળ્યા, જેમાં બહાર દર્દી તો હતા, પરંતુ અંદર ડૉક્ટરો ગાયબ હતા. ત્યારબાદ કલેક્ટરે RMO ડૉ.આર.એસ.કુશવાહ પાસેથી OPDમાં ગેરહાજર મળતા ડૉક્ટર અંગે માહિતી લીધી હતી. તો RMOએ કલેક્ટરને જણાવ્યું હતું કે ડૉક્ટરો વોર્ડોમાં ફરજ પર છે. ત્યારબાદ કલેક્ટરે SNU, PIU, શિશુ વોર્ડ, સર્જિકલ, આઇ વોર્ડ, મહિલા OPD, મેટરનિટી વોર્ડ અને અન્ય વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. સિવિલ સર્જન ડૉ.આર.કે.મિશ્રા ગેરહાજર જોવા મળતા ડૉક્ટરોને કલેક્ટરે નોટિસ ફટકારવાનો નિર્દેશ આપ્યો છે. સાથે જ વોર્ડમાં લગાવવામાં આવેલા CCTVના રેકોર્ડિંગની ચકાસણી કરવાનો આદેશ પણ આપ્યો છે.
જ્યારે કલેક્ટર પરત ફરી રહ્યા હતા ત્યારે OPD રજિસ્ટ્રેશન રૂમની બહાર એક દર્દીના એટેન્ડરને લાઇન વિના પરચી બનાવતો જોઇને તેઓ એટેન્ડન્ટ પર ગુસ્સે થઇ ગયા હતા. જેમાં તેમણે એટેન્ડરને સખત ઠપકો આપ્યો હતો. એટલું જ નહીં, કલેક્ટરે ગુસ્સે થતા એટેન્ડન્ટને કહ્યું, 'બેવકૂફ, તને લાઇન નથી દેખાતી.' એટેન્ડરે પણ કલેક્ટરને કહ્યું કે તમે કયા પ્રકારની વાત કરો છો, જેથી કલેક્ટર વધુ ગુસ્સે થઇ ગયા. ત્યારબાદ કલેક્ટરના સિક્યોરિટી ગાર્ડે એટેન્ડરને હટાવી દીધો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp