BCCIએ અચાનક લીધો મોટો નિર્ણય, આ 3 ખેલાડી નહીં રમે બીજી ટેસ્ટ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે ઈરાની કપ 2024 માટે મુંબઈ અને રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમોની જાહેરાત કરી દીધી હતી. આ ટીમ એટલા માટે ચર્ચામાં આવી છે કારણ કે તેમાં ત્રણ એવા ખેલાડીઓ સામેલ છે જેમને બાંગ્લાદેશ સામે પસંદ કરવામાં આવેલી ભારતીય ટીમમાંથી બહાર કરીને ઈરાની કપમાં રમવા કહેવામાં આવ્યું છે. આ 3 ખેલાડી બહાર થવાથી શું બાંગ્લાદેશ માટે બીજી ટેસ્ટ જીતવી સરળ બની જશે?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત મોટાભાગના ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચ માટે કાનપુર પહોંચી ગયા છે અને તેમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રથમ મેચનું પ્રદર્શન જોયા બાદ બીજી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફારની શક્યતા ઓછી છે.
આ ત્રણ ખેલાડીઓના નામ છે સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને યશ દયાલ. તમને જણાવી દઈએ કે આ ત્રણ ખેલાડીઓને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ માટે 15 સભ્યોની ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી. હવે ઈરાની કપની જવાબદારીના કારણે સરફરાઝ, ધ્રુવ અને યશ બીજી ટેસ્ટ પણ ગુમાવશે. એક તરફ સરફરાઝ ખાન મુંબઈની ટીમ તરફથી રમશે તો બીજી તરફ ધ્રુવ જુરેલ અને યશ દયાલને 'રેસ્ટ ઓફ ઈન્ડિયા' ટીમમાં સ્થાન મળ્યું છે.
શ્રેયસ અય્યર, ઈશાન કિશનથી લઈને શાર્દુલ ઠાકુર પણ ભારતીય ટેસ્ટ ટીમમાં પુનરાગમનની આશા રાખી રહ્યા છે. આ તમામ ખેલાડીઓ ઈરાની કપમાં શાનદાર પ્રદર્શન કરીને આગામી શ્રેણી માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવવા માટે પોતાની દાવેદારી ઠોકી શકે છે. ઈરાની કપની વાત કરીએ તો ગત વખત રેસ્ટ ઓફ ઈન્ડિયાએ સૌરાષ્ટ્રને 175 રનના વિશાળ અંતરથી હરાવીને ટ્રોફી જીતી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp