રસ્તા પર એક મહિલા સાથે ગેરવર્તુણક, PM મોદીને ગાળ આપવાનો ઉલ્લેખ કરતા ‘આતંકવાદી’ પણ કહી દીધી; જુઓ

રસ્તા પર એક મહિલા સાથે ગેરવર્તુણક, PM મોદીને ગાળ આપવાનો ઉલ્લેખ કરતા ‘આતંકવાદી’ પણ કહી દીધી; જુઓ વીડિયો

12/30/2025 National

SidhiKhabar

SidhiKhabar

રસ્તા પર એક મહિલા સાથે ગેરવર્તુણક, PM મોદીને ગાળ આપવાનો ઉલ્લેખ કરતા ‘આતંકવાદી’ પણ કહી દીધી; જુઓ

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, કેટલાક લોકો એક મહિલા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપવાનો આરોપ લગાવી રહ્યા છે. મહિલા આ વાતનો ઇનકાર કરે છે, તે વારંવાર કહે છે કે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી નથી. જોકે, કેટલાક યુવાનો તેને માનવાનો ઇનકાર કરે છે. આ દરમિયાન, ભીડમાં એક યુવક મહિલા માટે અપશબ્દોનો ઉપયોગ કરે છે. આટલું જ નહીં, તે મુસ્લિમ સમુદાયની મહિલાને ‘આતંકવાદી પણ કહી દે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, પરંતુ ઘટનાના સ્થાન અને સત્યતાની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


વીડિયોમાં શું છે?

વીડિયોમાં શું છે?

વીડિયોમાં એક મહિલા રસ્તા પર એક યુવક સાથે સ્કૂટર પર સવારી કરતી દેખાય છે. તેની પાછળ બીજું સ્કૂટર છે, જેના પર કદાચ બે પુરુષો બેઠા છે. તેમાંથી એક વીડિયો બનાવી રહ્યો છે. બંને પુરુષો મહિલાના સ્કૂટરનો પીછો કરી રહ્યા છે. તેનો પીછો કરી રહેલા યુવક કહે છે, ‘જો તમે ગાળો આપશો તો સારું નહીં થાય. ત્યારબાદ બે પુરુષો મહિલાના સ્કૂટરનો પીછો કરીને તેને રોકે છે. તેઓ પૂછે છે, ‘શું તમે મોદીને ગાળો આપશો?’ મહિલા જવાબ આપે છે- ‘અમે શું કહ્યું? અમે ગાળો નથી આપી.’

ધીમે-ધીમે ત્યાં ભીડ ભેગી થાય છે. મહિલા સમજાવવાનો પ્રયાસ કરે છે કે તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાળો આપી નથી. ભીડમાંથી જવાબ આવે છે, ‘તમારી મર્યાદામાં રહો, સમજી.’ મહિલા કહે છે કે, ‘તેણે ગાળો આપી નથી. તે મજાક કરી રહી હતી. પછી, એક શખ્સે ગુસ્સાથી તેને ગાળો આપતા ‘આતંકવાદી કહી દે છે. આ આરોપથી મહિલા ચોંકી જાય છે. તે પૂછે છે, ‘શું અમે આતંકવાદી છીએ? તેઓ (નરેન્દ્ર મોદી) મહિલાઓની સેવા કરી રહ્યા છે. અમે તેમને ગાળો આપીશું? અમે મજાકમાં કહ્યું હતું કે, ‘મોદીજી, બધાને ગર્લફ્રેન્ડ અપાવી દો.' તેમને ગાળો લાગી. અમે તો ફક્ત મજાક કરી.’


આ વીડિયો લખનૌના ઠાકુરગંજ વિસ્તારનો હોવાનું કહેવાય છે

આ વીડિયો લખનૌના ઠાકુરગંજ વિસ્તારનો હોવાનું કહેવાય છે

આ સાંભળીને, એક યુવાન ગુસ્સામાં કહે છે, ‘જૂઠું ના બોલ... આતંકવાદી. મહિલાના દરેક ખુલાસાને અવગણીને તે ધમકીવાળા અંદાજમાં કહે છે-, ‘મજાક ના કરો. આ હિંદુસ્તાન છે.  આ દરમિયાન તેની મુદ્રા એવી હોય ચે, જાણે કે તે મહિલા પર હાથ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય.’

દૈનિક ભાસ્કરના એક અહેવાલ મુજબ, આ વીડિયો લખનૌના ઠાકુરગંજ વિસ્તારનો હોવાનું કહેવાય છે. જોકે, જ્યારે અખબારે સ્થાનિક પોલીસ અધિકારી ઓમવીર સિંહ સાથે વાત કરી ત્યારે તેમણે આ ઘટનાની કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટના તે દિવસે બની હતી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રેરણા સ્થળનું ઉદ્ઘાટન કરવા લખનૌ ગયા હતા. જે રસ્તા પર આ ઘટના બની તે જ રસ્તો પ્રેરણા સ્થળ તરફ જતો હોવાનું કહેવાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top