આ દેશ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગે છે, દુનિયા સામે આવ્યો ખતરનાક પ્લાન; અમેરિકન ગુપ્તચર એજન્સીઓ

આ દેશ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગે છે, દુનિયા સામે આવ્યો ખતરનાક પ્લાન; અમેરિકન ગુપ્તચર એજન્સીઓ એલર્ટ

09/25/2024 World

SidhiKhabar

SidhiKhabar

આ દેશ ડોનાલ્ડ ટ્રમ્પને મારવા માંગે છે, દુનિયા સામે આવ્યો ખતરનાક પ્લાન; અમેરિકન ગુપ્તચર એજન્સીઓ

ઈરાન ચૂંટણી અગાઉ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરાવવા માગે છે. ઈરાને ટ્રમ્પની હત્યાની મદદથી અમેરિકામાં અરાજકતા ફેલાવવાની યોજના બનાવી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીઓએ રિપબ્લિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેની સાથે સંબંધિત માહિતી શેર કરી છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ ટ્રમ્પને જણાવ્યું કે વાસ્તવમાં તેમનો જીવ જોખમમાં છે. ટ્રમ્પની સુરક્ષાને લઈને અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અમેરિકામાં 5 નવેમ્બરે રાષ્ટ્રપતિની ચૂંટણી છે. ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો સામનો ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસનો સાથે થશે.


ટ્રમ્પની સુરક્ષામાં લાગી એજન્સીઓ

ટ્રમ્પની સુરક્ષામાં લાગી એજન્સીઓ

ટ્રમ્પના કેમ્પેઈન કોમ્યુનિકેશન ડિરેક્ટર સ્ટીવન ચેયુંગે કહ્યું હતું, ડોનાલ્ડ ટ્રમ્પને નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરની ઓફિસ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તમારો જીવ જોખમમાં છે. ઈરાન આ કાવતરું ઘડી રહ્યું છે. તેનો હેતુ આ હત્યા દ્વારા અમેરિકામાં અરાજકતા અને અસ્થિરતા પેદા કરવાનો છે.  અમેરિકાની તમામ એજન્સીઓ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં વ્યસ્ત છે જેથી કરીને રાષ્ટ્રપતિની ચૂંટણી હસ્તક્ષેપ વિના પૂરી થઇ શકે.


ઈરાનને કમલા હેરિસની નબળાઈ પસંદ

ઈરાનને કમલા હેરિસની નબળાઈ પસંદ

સ્ટીવન ચ્યુંગે કહ્યું કે ઈરાનમાં આતંકવાદી શાસન છે અને આ શાસનને કમલા હેરિસની નબળાઈને પસંદ છે. તહેરાન ડોનાલ્ડ ટ્રમ્પની સત્તાથી ભયભીત છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકન લોકો માટે લડશે. અમે અમેરિકાને ફરીથી મહાન બનાવવાના માર્ગમાં કંઈ પણ આડે નહીં આવવા દઈએ.


ટ્રમ્પ પર ક્યારે અને ક્યાં હુમલો થયો?

ટ્રમ્પ પર ક્યારે અને ક્યાં હુમલો થયો?

ડોનાલ્ડ ટ્રમ્પ પર 2 વખત જીવલેણ હુમલા થયા છે. પહેલો હુમલો 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયાના બટલરમાં થયો હતો. અહીં એક રેલી દરમિયાન 20 વર્ષીય થોમસ મેથ્યૂ ક્રૂક્સે ટ્રમ્પ પર ફાયરિંગ કર્યું હતું. ટ્રમ્પના કાનમાં ગોળી વાગી હતી. જોકે, બાદમાં સિક્રેટ સર્વિસ દ્વારા આરોપી ક્રૂક્સને ઠાર કરી દેવામાં આવ્યો.

ટ્રમ્પ પર બીજા હુમલા પ્રયાસ 15 સપ્ટેમ્બરે થયો હતો. ટ્રમ્પ ઇન્ટરનેશનલ ગોલ્ફ ક્લબ વેસ્ટ પામ બીચ, ફ્લોરિડામાં સ્થિત છે. આ ક્લબની બહાર ફાયરિંગ થયું હતું. ટ્રમ્પ ગોળીબારના સ્થળથી 100 મીટર દૂર હાજર હતા. આ કેસમાં 58 વર્ષીય રેયાન વેસ્લી રાઉથની બંદૂક સાથે ધરપકડ કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top