ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસ નિશાના પર, ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી ઓફિસ

ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસ નિશાના પર, ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી ઓફિસ

09/25/2024 World

SidhiKhabar

SidhiKhabar

ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે કમલા હેરિસ નિશાના પર, ગોળીઓના અવાજથી ગુંજી ઉઠી ઓફિસ

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને વર્તમાનમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસના એરિઝોનાના ચૂંટણી કાર્યાલયમાં મંગળવારે રાત્રે ગોળીબાર થયો હતો. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મધ્યરાત્રિ બાદ કોઈએ ઓફિસ પર ગોળીઓ ચલાવી હતી. પોલીસ વિભાગે ન્યૂયોર્ક પોસ્ટને જણાવ્યું કે ડેમોક્રેટિક નેશનલ કમિટીના પ્રચાર કાર્યાલયની પાસે બંદૂકની ગોળીઓથી નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.


પોલીસ ડિટેક્ટિવ ઘટનાસ્થળે પહોંચ્યા

પોલીસ ડિટેક્ટિવ ઘટનાસ્થળે પહોંચ્યા

તમને જણાવી દઈએ કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ચૂંટણી રેલી દરમિયાન બે વખત હુમલો થઇ ચૂક્યો છે. પબ્લિક ઇન્ફર્મેશન ઓફિસર સાર્જન્ટ રેયાન કૂકે કહ્યું, 'રાત્રે ઓફિસની અંદર કોઈ નહોતું, પરંતુ આ ઘટના તે ઇમારતમાં કામ કરતા લોકો અને આસપાસના લોકોની સુરક્ષાને લઇને ચિંતા ઉભી કરે છે. સાથે જ પોલીસ ડિટેક્ટિવ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ત્યાં ઉપસ્થિત પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે કર્મચારીઓ અને સામાન્ય લોકો માટે વિસ્તારમાં સુરક્ષા વધારવા માટે વધારાના પગલાં લેવામાં આવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top