મોંગોલિયામાં પુતિનની ‘ધરપકડ’ માટે અમેરિકાએ ભરપૂર જોર કર્યું... પણ પુતિન હસતા હસતા નીકળી ગયા! જા

મોંગોલિયામાં પુતિનની ‘ધરપકડ’ માટે અમેરિકાએ ભરપૂર જોર કર્યું... પણ પુતિન હસતા હસતા નીકળી ગયા! જાણે ‘ફિલ્મી’ દ્રશ્ય ભજવાઈ ગયું!

09/03/2024 World

SidhiKhabar

SidhiKhabar

મોંગોલિયામાં પુતિનની ‘ધરપકડ’ માટે અમેરિકાએ ભરપૂર જોર કર્યું... પણ પુતિન હસતા હસતા નીકળી ગયા! જા

Putin Mongolia Visit: રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 3 સપ્ટેમ્બરે મોંગોલિયાની મુલાકાત લીધી હતી. મોંગોલિયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) નો સભ્ય દેશ છે. હેગ સ્થિત ICCએ પુતિન વિરુદ્ધ યુદ્ધ અપરાધો માટે ધરપકડ વોરંટ જારી કર્યું છે. ICCએ પુતિનને 2022 માં યુદ્ધ શરૂ થયા પછી ગેરકાયદેસર રીતે યુક્રેનિયન બાળકોના પ્રત્યાર્પણ માટે દોષિત ઠેરવ્યા છે અને તેમની ધરપકડ માટે વોરંટ જારી કર્યું છે. આ અંતર્ગત જો પુતિન ICCના કોઈપણ સભ્ય દેશમાં જાય છે તો આ વોરંટના આધારે તેમની ધરપકડ થઈ શકે છે. આ જ આધાર પર ICCએ મોંગોલિયાને પુતિનની ધરપકડ કરવા કહ્યું હતું.


ICCએ પુતિનની ધરપકડ કરવા આદેશ આપ્યો, તેમ છતાં પુતિન હસતા હસતા નીકળી ગયા!

ICCએ પુતિનની ધરપકડ કરવા આદેશ આપ્યો, તેમ છતાં પુતિન હસતા હસતા નીકળી ગયા!

ઉલ્લેખનીય છે કે ICCના સભ્ય દેશની પુતિનની આ પ્રથમ મુલાકાત છે. પરંતુ મોંગોલિયાએ ICCની વિનંતીને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો અને રાષ્ટ્રપતિ પુતિનને એરપોર્ટ પર રેડ કાર્પેટ આવકાર આપવામાં આવ્યો. પુતિન આરામથી હસતા જતા જોવા મળ્યા હતા. બાદમાં, તેમને રાજ્ય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જ્યારે યુક્રેન સહિતના પશ્ચિમી દેશો મંગોલિયાને પુતિનની ધરપકડ કરવા વિનંતી કરતા રહ્યા.

વ્લાદિમીર પુતિનની મુલાકાત પહેલા આઈસીસીએ મોંગોલિયાને કોર્ટના આદેશોનું પાલન કરવાની તેની પ્રતિબદ્ધતાની યાદ અપાવી હતી. આથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મંગોલિયામાં પ્રવેશતાની સાથે જ ધરપકડ કરી લેવી જોઈએ. પરંતુ જ્યારે મોંગોલિયા પર આની કોઈ અસર જણાતી ન હતી, ત્યારે 2 સપ્ટેમ્બરે યુક્રેને તેના પર આરોપ લગાવ્યો અને કહ્યું કે પુતિનના યુદ્ધ અપરાધો માટે મંગોલિયાને પણ સંયુક્ત રીતે જવાબદાર ગણવામાં આવશે.


મોંગોલિયાનું શું થશે?

મોંગોલિયાનું શું થશે?

સવાલ એ ઊભો થાય છે કે હવે જ્યારે મોંગોલિયાએ ICCના નિયમોનું પાલન કરવાનો ઇનકાર કરી દીધો છે તો તેની સામે શું પગલાં લેવાશે? આ મામલામાં નિષ્ણાતો એકમત છે કે ICC સાથે સહયોગ ન કરવાને કારણે મંગોલિયા સામે ચોક્કસ કાર્યવાહી થશે પરંતુ તેની વધારે અસર નહીં થાય.

જ્યારે આવા કિસ્સાઓ બને છે, ત્યારે ICC કેસોને પક્ષકારોની એસેમ્બલીમાં મોકલે છે. આ પક્ષો પાલન ન કરવા બદલ મોંગોલિયાની નિંદા કરી શકે છે, પરંતુ તેની સામે પ્રતિબંધો જેવી કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાતી નથી. જો કે આ મુદ્દે એમ્નેસ્ટી ઈન્ટરનેશનલનું કહેવું છે કે જો મોંગોલિયા પુતિનની ધરપકડ નહીં કરે તો ICCની કાયદેસરતા અને પ્રતિષ્ઠાને ઊંડો ફટકો પડશે.

પૂર્વ એશિયાઈ રાષ્ટ્ર મોંગોલિયાના રશિયા સાથે ગાઢ સંબંધો છે. સોવિયત સંઘના પતન પછી તેણે તેના બે મોટા પાડોશી દેશો રશિયા અને ચીન સાથે સંબંધો વિકસાવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top