ઉત્તર પ્રદેશમાં 8 રેલવે સ્ટેશનના નામ બદલાયા, જાણો કેવી રીતે અને કોણ બદલે છે નામ, શું છે પ્રક્રિ

ઉત્તર પ્રદેશમાં 8 રેલવે સ્ટેશનના નામ બદલાયા, જાણો કેવી રીતે અને કોણ બદલે છે નામ, શું છે પ્રક્રિયા?

08/28/2024 National

SidhiKhabar

SidhiKhabar

ઉત્તર પ્રદેશમાં 8 રેલવે સ્ટેશનના નામ બદલાયા, જાણો કેવી રીતે અને કોણ બદલે છે નામ, શું છે પ્રક્રિ

ઉત્તર પ્રદેશના લખનૌ ડિવિઝનના 8 રેલવે સ્ટેશનોના નામ મંગળવારે બદલવામાં આવ્યા છે. ઉત્તર રેલવે દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાસિમપુર હાલ્ટ હવે જાયસ સિટીના નામથી, જાયસ રેલવે સ્ટેશનને ગુરુ ગોરખનાથ ધામ નામથી, મિસરૌલીનું નામ મા કાલીકરણ ધામ, બની રેલવે સ્ટેશનને સ્વામી પરમહંસ નામથી, નિહાલગઢને મહારાજા બિજલી પાસીના નામથી, અકબરગંજને મા અહોરવા ભવાની ધામ, વારિસગંજને અમર શહીદ ભાલે સુલ્તાનના નામથી અને ફુરસતગંજને તપેશ્વરનાથ ધામના નામથી ઓળખવામાં આવશે.

તમને જણાવી દઈએ કે આ સ્ટેશનોનું નામ સંતો, સ્વતંત્રતા સેનાની અને સ્થાનિક આશ્રમોના નામ પર રાખવામાં આવ્યા છે. એવું પહેલીવાર નથી, જ્યારે રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા હોય. આ અગાઉ પણ ઘણા રેલવે સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે. એવામાં, આપણા મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે ઉદ્ભવે છે કે રેલવે સ્ટેશનનું નામ બદલવાનો અધિકાર કોને છે અને તે કેવી રીતે બદલવામાં આવે છે?


રેલ્વે સ્ટેશનોના નામ કેમ બદલવામાં આવે છે?

રેલ્વે સ્ટેશનોના નામ કેમ બદલવામાં આવે છે?

રેલ્વે સ્ટેશનોના નામ બદલવા પાછળ ઘણા જુદા જુદા કારણો હોય છે. હાલમાં જે 8 સ્ટેશનોના નામ બદલવામાં આવ્યા છે તેમની સાંસ્કૃતિક ઓળખ અને વારસાને જાળવી રાખવાની માગને પગલે તેમના નામ બદલવામાં આવ્યા છે. પ્રમુખ ગુરુ ગોરખનાથ ધામ આશ્રમ જાયસ રેલવે સ્ટેશન પાસે છે, એટલે દરખાસ્ત રાખવામાં આવી હતી કે સ્ટેશનનું નામ બદલીને આશ્રમના નામ પર રાખવામાં, જ્યારે અકબરગંજ અને ફુરસતગંજ રેલવે સ્ટેશન નજીક ભગવાન શિવ અને દેવી કાળીના ઘણાં મંદિરો છે, તેથી તેમના નામ બદલીને મા કાલીકરણ ધામ, સ્વામી પરમહંસ, મા અહોરવા ભવાની ધામ અને તપેશ્વરનાથ ધામ રેલ્વે સ્ટેશન કરવામાં આવ્યા છે. આ જ પ્રકારે સ્ટેશનોના નામ તેમની માંગ મુજબ બદલવામાં આવે છે.


શું હોય છે પ્રોસેસ?

શું હોય છે પ્રોસેસ?

રેલવે સ્ટેશનના નામ બદલવાનો અધિકાર રેલવે બોર્ડ પાસે હોતો નથી, પરંતુ સ્ટેશનોના નામ બદલવાનો નિર્ણય રાજ્ય સરકાર પાસે છે, તે જ નક્કી કરે છે કે કયા સ્ટેશનનું નામ બદલવાનું છે. નામ નક્કી કર્યા બાદ, રાજ્ય સરકાર તેને ગૃહ મંત્રાલય, નોડલ મંત્રાલય પાસે મોકલે છે અને આ અનુરાધને લીલી ઝંડી મળ્યા બાદ, નામ બદલવાની મંજૂરી આપવામાં આવે છે. પરંતુ એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે જે નામ બદલવામાં આવી રહ્યું છે તે નામનું કોઇ રેલવે સ્ટેશન પહેલાથી જ ન હોવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top