ભારતના મહાન સ્પિન બોલરનું નિધન, ક્રિકેટ જગતમાં ફરી વળ્યું શોકનું મોજુ

ભારતના મહાન સ્પિન બોલરનું નિધન, ક્રિકેટ જગતમાં ફરી વળ્યું શોકનું મોજુ

03/04/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

ભારતના મહાન સ્પિન બોલરનું નિધન, ક્રિકેટ જગતમાં ફરી વળ્યું શોકનું મોજુ

Padmakar Shivalkar Passes Away: મુંબઈના દિગ્ગજ સ્પિન બોલર પદ્મકર કાશીનાથ શિવાલકર, જેમને ક્રિકેટ જગતમાંમાં પૈડી શિવાલકર કહેવામાં છે, તેમનું સોમવારે નિધન થઇ ગયું થયું. 84 વર્ષીય શિવાલકર ઉંમર સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના પ્રમુખ અજિંક્ય નાઈકે તેમના નિધનની પુષ્ટિ કરી છે. શિવાલકર ભારતીય ક્રિકેટના મહાન ખેલાડીઓમાંના એક હતા, જેમને ક્યારેય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી નહોતી.

એક શાનદાર કારકિર્દી, જેમને ટેસ્ટ કેપ ન મળી

શિવાલકરે 1961-62 થી 1987-88 દરમિયાન મુંબઈ માટે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટ રમી હતી, જેમાં તેમણે 124 મેચોમાં 589 વિકેટ લીધી હતી. તેમની ફિરકીનો જાદુ 19.69 ની પ્રભાવશાળી સરેરાશથી ચાલ્યો. તેમના અભૂતપૂર્વ પ્રદર્શન છતા, ક્રિકેટ જગત હંમેશાં તેમને ભારતીય ટીમમાં સ્થાન ન મળવાને દુર્ભાગ્યપૂર્ણ માનતું હતું. તેમના યોગદાનની પ્રશંસા કરતા, BCCIએ તેમને 2017માં CK નાયડુ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.


ક્રિકેટ જગતે શ્રદ્ધાંજલિ આપી

ક્રિકેટ જગતે શ્રદ્ધાંજલિ આપી

BCCIએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે, 'શ્રી પદ્માકર શીવાલકર ભારતના સૌથી મહાન સ્પીનારોમાથી એક હતા. તેમના યોગદાનને હંમેશાં યાદ કરવામાં આવશે.

ભૂતપૂર્વ ભારતીય કોચ અને ઓલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ ટ્વીટર પર પોસ્ટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યું કે, "પૈડી શિવાલકરના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુઃખ થયું. તેઓ એક અદ્વભૂત, દયાળુ વ્યક્તિ અને તેજસ્વી બૉલર હતા. મારી કારકિર્દીની શરૂઆતના દિવસોમાં તેઓ મારા માટે એક મહાન પ્રેરણા હતા. તેમની આત્માને શાંતિ મળે."

MCAના પ્રમુખ અજિંક્ય નાઈકે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું કે, "મુંબઈ ક્રિકેટે આજે એક સાચા દિગ્ગજને ગુમાવી દીધા છે. શિવાલકર સરનું રમતમાં યોગદાન, ખાસ કરીને એક તેજસ્વી સ્પિનર ​​તરીકે, હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમના સમર્પણ અને કૌશલ્યએ મુંબઈ ક્રિકેટ પર ગાઢ પ્રભાવ છોડ્યો છે. આ ક્રિકેટ સમુદાય માટે એક ન ભરી શકાય તેવી ક્ષતિ છે."


પોતાની કહાની જાતે લખી હતી

પોતાની કહાની જાતે લખી હતી

શિવાલકરે પોતાની ક્રિકેટ યાત્રાને 'હા ચેન્દુ દૈવાગતિચા' નામની આત્મકથામાં લખી છે, જેમાં તેમણે પોતાના સંઘર્ષ અને ક્રિકેટ કારકિર્દીની અજાણી વાતો શેર કરી છે. ક્રિકેટ જગતે એક મહાન સ્પિનર ​​ગુમાવ્યો છે, પરંતુ તેમની યાદો અને યોગદાન હંમેશાં અમર રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top