હજારોની ભીડે રોહિત શર્મા સામે રાખી માત્ર એક જ માગ, શું ભારતીય કેપ્ટન પૂરી કરશે?

હજારોની ભીડે રોહિત શર્મા સામે રાખી માત્ર એક જ માગ, શું ભારતીય કેપ્ટન પૂરી કરશે?

10/04/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

હજારોની ભીડે રોહિત શર્મા સામે રાખી માત્ર એક જ માગ, શું ભારતીય કેપ્ટન પૂરી કરશે?

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન ચાલી રહ્યું છે. તાજેતરમાં જ ભારતીય ટીમે બાંગ્લાદેશ સામેની 2 મેચની ટેસ્ટ શ્રેણી 2-0થી જીતી લીધી હતી. આ સીરિઝ બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટૂંકા બ્રેક પર છે. હવે તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં રમતો જોવો મળશે. આ દરમિયાન રોહિત મહારાષ્ટ્રમાં એક ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. તે અહીં એક ક્રિકેટ અકાદમીનું ઉદ્ઘાટન કરવા ગયો હતો. આ દરમિયાન રોહિતને જોવા માટે હજારોની ભીડ પણ આવી હતી.


ચાહકોએ રોહિત માટે મોટી માંગ કરી હતી

ચાહકોએ રોહિત માટે મોટી માંગ કરી હતી

રોહિત શર્માએ આ ઇવેન્ટ દરમિયાન મરાઠીમાં વાત કરીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. તો તેની સાથે મહારાષ્ટ્ર વિધાનસભાના સભ્ય રોહિત પવાર પણ જોવા મળ્યા હતા. રોહિત સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું કે હું સમગ્ર દેશ વતી રોહિતને વિનંતી કરું છું કે આપણને બીજા વર્લ્ડ કપની જરૂર છે અને તે વર્લ્ડ કપમાં આપણે કોને ભારતનું નેતૃત્વ કરતા જોવા માગીએ છીએ? ચાહકો રોહિત-રોહિતના નારા લગાવવા લાગ્યા. ત્યારબાદ તે આગળ કહે છે કે હવે જનતા તમને બીજા વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરતી જોવા માગે છે. આટલી જ હું વિનંતી કરવા માગુ છું, આભાર. આ દરમિયાન રોહિત માત્ર હસતો જોવા મળ્યો હતો.

તમને જણાવી દઇએ કે, ભારતે લાંબી રાહ જોયા બાદ રોહિત શર્માની કેપ્ટન્સીમાં આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તો, ગયા વર્ષે તેની કેપ્ટનીમાં ટીમે ODI વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે ટૂર્નામેન્ટમાં સતત 10 મેચ જીતી હતી, પરંતુ ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 11 મેચમાં 54.27ની એવરેજથી 597 રન બનાવ્યા હતા.


શું રોહિત શર્મા આગામી વનડે વર્લ્ડ કપ રમી શકશે?

શું રોહિત શર્મા આગામી વનડે વર્લ્ડ કપ રમી શકશે?

ODI વર્લ્ડ કપની આગામી એડિશન હવે 3 વર્ષ બાદ એટલે કે 2027માં રમાશે. આ હિસાબે આગામી વર્લ્ડ કપ સુધીમાં રોહિત 39 વર્ષનો થઇ જશે. જો ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરથી નવેમ્બર વચ્ચે જ રમાય તો તેની ઉંમર 40 વર્ષની થઇ જશે. આવી સ્થિતિમાં, રોહિત શર્મા તે ઉંમર સુધી વન-ડે ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે કે નહીં તે એક મોટો સવાલ છે. તેણે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીઇ લીધી હતી. એવામાં તેણે હવે ભારતીય ટીમ માટે માત્ર વન-ડે અને ટેસ્ટમાં જ રમવાનું છે. જો તે 2027 સુધી ODI ફોર્મેટમાં રમવા માગે છે, તો તેણે તેની ફિટનેસ પર ખૂબ કામ કરવું પડશે, જે છેલ્લા કેટલાક દિવસોમાં દેખાઇ રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top