સુરત સિવિલ હૉસ્પિટલ બહારથી દબાણ હટાવાયુ

સુરત સિવિલ હૉસ્પિટલ બહારથી દબાણ હટાવાયુ

11/12/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરત સિવિલ હૉસ્પિટલ બહારથી દબાણ હટાવાયુ

Surat Civil Hospital: સિવિલ હૉસ્પિટલ બહારનું દબાણ દૂર કરવા માટે ઘણી વખત રજૂઆત થઈ ચૂકી હતી, પરંતુ પાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં હતું. જેની હવે ઊંઘ ઉડી છે. વાસ્તવમાં સુરત સિવિલ હૉસ્પિટલ બહારનું દબાણ દૂર કરાયું છે. હૉસ્પિટલના દરવાજા બહાર દબાણ કરનારાઓ સાથે-રાથે રીક્ષાનો પણ જમાવડો હોવાથી ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાઇ રહી છે, એ સિવાય દર્દીએના સગા-સંબંધીઓની સતત અવરજવર થતી રહેતી હોય છે, જેથી અકસ્માતનો ભય રહે છે. પાલિકાના તંત્ર દ્વારા દબાણ દૂર કરાતા અત્યારે ટ્રાફિક સમસ્યા થોડી હળવી થઈ છે. આ દબાણ હંમેશાં માટે બંધ થાય તેવી માગ કરવામાં આવી રહી છે.


સિવિલ હૉસ્પિટલના દરવાજા પર ગુટખાઓનું વેચાણ

સિવિલ હૉસ્પિટલના દરવાજા પર ગુટખાઓનું વેચાણ

સુરતના મજૂરાગેટ વિસ્તારમાં આવેલી સિવિલ હૉસ્પિટલમાં દક્ષિણ ગુજરાત જ નહી, પરંતુ ગુજરાતની બોર્ડરના રાજ્યમાંથી પણ દર્દીઓ સારવાર કરાવવા માટે માટે આવે છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી સિવિલ હૉસ્પિટલના મુખ્ય દરવાજા પર ખાન-પાન અને ગુટખાનું વેચાણ કરનારાઓનો કબજો છે. ખેર હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં પણ દબાણકારો પર તંત્ર લાલ આંખ કરશે કે પછી જૈશે થે થઇ જશે?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top