Gujarat: આ શહેરમાં ડેન્ગ્યૂનો કહેર, 2 દિવસમાં 2 દર્દીઓના મોત
હાલમાં રાજયમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, બપોરે ગરમી તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે, રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં પણ રોજ OPDમાં લાંબી લાઈનો લાગે છે,રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર રાજકોટમાં હાલ ફોંગિગની અને દવાની છંટાકાવ કામગીરી શરૂ કરી દીધી છે.
રાજકોટ શહેરમાં ડેન્ગ્યૂના કારણેથી હાહાકાર મચ્યો છે. ડેન્ગ્યૂના કારણે છેલ્લા બે દિવસમાં 2 દર્દીના મોત થઇ ગયા છે. મંગળવારે અમન વ્યાસ (ઉંમર 21 વર્ષ) નામના યુવકનું ડેન્ગ્યૂના કારણે મોત થઇ ગયું હતું. તો આજે આજે વિજય પ્લોટમાં 10 વર્ષીય છોકરીનું મોત થઇ ગયું હતું. મોતને ભેંટેલા ડેન્ગ્યૂના બન્ને દર્દીઓ સારવાર માટે હૉસ્પિટલમાં એટમિટ હતા. ડેન્ગ્યૂના વધતા કેસો અને જીવલેણ બનતા ડેન્ગ્યૂએ રાજકોટ શહેરમાં ચિંતા પ્રસરાવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp